________________
શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી
૪૦૩
દૃષ્ટિને અનુરૂપ સાદાઈ, સંયમશીલતા, નિયમિતતા, ખાન-પાનની સાચવણી, રોજ ફરવા જવું વગેરે ટેવો અને ગુણોનો ફાળો મુખ્ય હતો. બીજાઓ સાથેનો પોતાનો વ્યવહાર ચોખ્ખો રહે, ઓછામાં ઓછું બોલીને વધારેમાં વધારે કામ થાય અને કોઈની નિંદા-કૂથલીમાં પડવાનું ન બને તે માટે તેઓ હંમેશાં સાવધાન રહેતા હતા. શરીરને અને મનને સ્વસ્થ રાખવાની તેઓની કળા અનેકોને માટે દાખલારૂપ બને એમ છે.
તેઓ પોતાની આ અલિપ્તતાને કારણે જીવનમાં આવતી તડકી-છાંયડીને પણ સંસારના તથા જીવનના એક સહજક્રમરૂપે બરદાસ્ત કરી શકતા હતા. આવી અતિ વિરલ આંતરિક શક્તિને લીધે તેમનાં વાણી અને વ્યવહાર હંમેશાં પ્રસન્નમધુર અનુભવવા મળતાં, અને ક્યારેક કોઈક કારણસર તેઓ નારાજ કે ગુસ્સે થતા તો એ નારાજગી કે ગુસ્સો પળવારમાં જ દૂર થઈ જતાં.
તેઓએ અમદાવાદ પાંજરાપોળ સંસ્થાની સેવા ચાર દાયકા જેટલા અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિ તરીકેની સેવા ૩૩ વર્ષ જેટલા લાંબા સમય સુધી જે નિઃસ્વાર્થભાવે, પૂર્ણ નિષ્ઠાથી તેમ જ આત્માના કલ્યાણની ઉદાત્ત દૃષ્ટિથી કરી છે, તે સદા સ્મરણીય અને પ્રેરણાદાયક બની રહેવાની; આ બંને સંસ્થાઓ તો એમના શ્વાસ અને પ્રાણરૂપ હતી એમાં શક નથી. જેમ તેઓની સ્મરણશક્તિ અદ્ભુત હતી, તેમ કરકસર કરવા છતાં સંસ્થાઓના કારોબારની કાર્યક્ષમતામાં કોઈ જાતની ઊણપ આવવા ન પામે એ માટેની એમની સંચાલનશક્તિ પણ ખરેખર અદ્ભુત હતી.
તિથિચર્ચાના ક્લેશનું નિવા૨ણ ક૨વા માટે વિ. સં. ૨૦૧૪માં અમદાવાદમાં મળેલા નાના મુનિસમ્મેલનમાં, શ્રીસંઘમાં વધતી જતી શિથિલતાને રોકવા માટે સને ૧૯૬૩ (વિ. સં. ૨૦૧૯)માં અમદાવાદમાં મળેલ શ્રમણોપાસક સમ્મેલનમાં, ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-વર્ષની રાષ્ટ્રીય ઉજવણીમાં તથા ત્રણેક વર્ષ પહેલાં ગિરિરાજશ્રી શત્રુંજય ઉપર બનેલ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા વખતે જગવવામાં આવેલ વિવાદમાં શેઠશ્રી કેશુભાઈએ જૈનસંઘના મુખ્ય અગ્રણી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના એક વિશ્વાસપાત્ર, સમર્થ અને નિર્ભય સાથી તરીકે જે સેવાઓ કરી છે, તે એમની બાહોશી અને શાસનદાઝની પ્રશસ્તિ બની ૨હે એવી
છે.
તેઓની અલિપ્તતાનો એક પ્રસંગ જાણવા જેવો છે. સને ૧૯૬૩માં અમદાવાદમાં બોલાવવામાં આવેલ શ્રમણોપાસક સંમેલનનું કામ સાંગોપાંગ સફળ થયું એમાં શેઠશ્રી કેશુભાઈએ જે ફાળો આપ્યો હતો, તે માટે શ્રીસંઘ તરફથી એમનું બહુમાન કરવાનો વિચાર શેઠશ્રી કસ્તૂરભાઈ વગેરેને આવે એ સ્વાભાવિક હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org