________________
શ્રી અરવિંદભાઈ મફતલાલ
(૫) અવિસ્મરણીય રાષ્ટ્રસેવક શ્રી અરવિંદભાઈ મફતલાલ
સંસાર સુખી અને ઊજળો બને છે નિઃસ્વાર્થ સેવાકાર્યોથી. સો વાર બોલબોલ કરવાનું મૂલ્ય એક જ વાર કામ કરી બતાવવાના મહિમા આગળ કશું જ નથી. કામના પીઠબળ વગરનાં બોલેલાં વેણ રેતીના લાડુની જેમ વેરાઈ જાય છે.
૪૧૧
ગુજરાત-મહારાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિ અને ભારતના મહાન દાનધર્મવીર શેઠશ્રી અરવિંદભાઈ મફતલાલની દુષ્કાળ-સંકટ-નિવારણની સેવાઓ આવી મૂંગી અને નિષ્ઠાભરી કર્તવ્યપરાયણતાનું જ સુપરિણામ છે. એમની આવી નિર્ભેળ સેવાઓએ આપણા દેશની દીન-સાધનહીન-ગરીબ માનવજાત ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે ! આ સેવાઓ આટલા વ્યાપક પ્રમાણમાં અને સમયસર દેશને ન મળી હોત, તો દુષ્કાળના કારમા પંજામાં સપડાયેલ પ્રદેશોની ગરીબ જનતાની અને પશુસંપત્તિની કેવી ખાનાખરાબી થવા પામત એની કલ્પના જ રૂંવાડાં ખડાં કરી દે એવી છે.
બે વરસથી ગુજરાત-રાજ્યના ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એ ત્રણે વિભાગો દુષ્કાળના મહાસંકટમાં સપડાયા હતા. બનાસકાંઠા, કચ્છ અને ઝાલાવાડની કામધંધા વગરની ગરીબ જનતા અને ત્યાંનાં ઢોરો માટે હસ્તિનાસ્તિનો જ મોટો સવાલ ઊભો થયો હતો. આમ તો આ અસાધારણ મુસીબતનો સામનો ક૨વા માટે ગુજરાત-રાજ્યની સરકારે પણ વેળાસર સારી જાગૃતિ બતાવી હતી, અને સરકારના આ પ્રયત્નો સારા પ્રમાણમાં ઉપયોગી પણ નીવડ્યા હતા. આમ છતાં, આપણા દેશના સ૨કા૨ી કારોબારમાં જે ખરાબી ઘર કરી બેઠી છે, તેને લીધે દુષ્કાળ-સંકટ-નિવારણના કે રાષ્ટ્રનવનિર્માણના ગમે તે કાર્યમાં લગાવેલ સમય, શક્તિ અને ધન અરધાં પણ ભાગ્યે જ ઊગી નીકળે છે.
સરકારી તંત્રનો આવો કડવો અનુભવ ધ્યાનમાં રાખીને શ્રી અરવિંદભાઈએ પોતાના હસ્તકનાં દુષ્કાળ-રાહત-કામો માટે સરકારી તંત્રથી સાવ સ્વતંત્ર એવું વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું હતું. એમાં કાર્યક્ષમતા અને પ્રામાણિકતા પણ સચવાય અને સાથે સ૨કા૨ની દખલગીરીથી સર્વથા મુક્ત એવાં સરકારી સહાય અને સહકારનો પૂરેપૂરો ઉપયોગ પણ કરી શકાય એવી તજવીજ રાખી હતી. આવી કાર્યવ્યવસ્થા ઊભી કરવામાં શ્રી અરવિંદભાઈએ જે કુશાગ્રબુદ્ધિ, દૂરંદેશી અને ધ્યેયનિષ્ઠા દાખવી છે, એ સૌ કોઈને માટે દાખલારૂપ બની રહે એવી છે. ગુજરાત-સરકારે પણ શ્રી અરવિંદભાઈ હસ્તકનાં રાહતકામોમાં પોતાનો અવાજ રાખવાનો આગ્રહ ન રાખતાં ખેલદિલી અને ઉદારતાપૂર્વક જે સહાય અને સહકાર આપ્યાં, તે માટે એને પણ ધન્યવાદ ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org