________________
શ્રી ખીમજી માડણ ભુજપુરિયા
પપ૩ આ જ ગુરુચાવી છે. એને લીધે તેઓ મુંબઈ જેવી પચરંગી પ્રજાવાળી મહાનગરીના એક આદર્શ અને સમર્થ નાગરિક, વગદાર અને બાહોશ અગ્રણી તથા ગરીબોના બેલી એવા સાચા સેવક તરીકેનું બહુમાન મેળવી શક્યા છે. અત્યારે ૭૮ વર્ષ જેટલી જઇફ ઉમરે અને નાદુરસ્ત તબિયતે પણ, તેઓ એક સાચા સલાહકાર, સમાધાનકાર અને માર્ગદર્શક તરીકે પોતાની સેવાઓ આપતા જ રહે છે.
પાઇ-પૈસાના ચણા-મમરા ખાઇને સંતોષ માનવા જેવી આર્થિક ગરીબીને પણ મોજથી માણી-વધાવી જાણનાર ખીમજીભાઈએ, શૂન્યમાંથી સર્જન કરવા જેવી કરામતથી પોતાના કુટુંબને સુખી કરવા સાથે, મુંબઈ શહેરના એક શ્રીમંત સગૃહસ્થ તરીકે જે સફળતા અને નામના મેળવી છે, એની દાસ્તાન નિરાશહતાશ-દુઃખી માનવીમાં પણ આશાભર્યો પુરુષાર્થ અને યુવાનોમાં ઉત્સાહ જગાડે એવી પ્રેરક છે.
શ્રી ભુજપુરિયાનું વતન સરળ અને શૌર્યવંતા કચ્છનું ભુજપુર શહેર. એમના અંગત તથા જાહેર જીવનમાં કચ્છની ધરતીના ગુણોનો ફાળો ઘણો મોટો છે.
એમના પિતાનું નામ શ્રી માડણ, માતાનું નામ પુરબાઈ, અટક ગાલા (એમણે આ અટક બદલીને “ભુજપુરિયા' રાખી). જ્ઞાતિ વીસા ઓસવાળ. તા. ૩-૮૧૯૦૦ના રોજ એમનો જન્મ. શ્રી માડણના પાંચ પુત્રોમાં શ્રી ખીમજીભાઈ ચોથા.
કચ્છમાં વીસા ઓસવાળ જૈન જ્ઞાતિનો મોટા ભાગનો વ્યવસાય ખેતીનો, એટલે શ્રી માડણ ગાલાનું કુટુંબ પણ ખેતી દ્વારા જીવનનિર્વાહ કરવાનો પ્રયાસ કરતું હતું. તેથી શ્રી ખીમજીભાઈને પણ બચપણથી જ ખેતીનું કામ શીખવું અને કરવું પડતું. પણ એમની સતત વિકાસશીલ પ્રકૃતિને લીધે સમય જતાં, ધરતીની ખેતી કરીને અનાજ નિપજાવવાનો એમનો વ્યવસાય તો છૂટી ગયો, પણ એના બદલે લોકકલ્યાણ અને જનસેવાની સતત ખેતી કરતાં રહેવાનો એમને ઘેરો રંગ લાગ્યો.
કચ્છમાં વરસાદ ઓછો અને અનિયમિત, એટલે ખેતીની નીપજ ન નિયમિત હોય કે ન એટલી વિપુલ હોય કે જેથી કુટુંબનો અને વ્યવહારનો સામાન્ય નિભાવ પણ થઈ શકે. અને જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે તો કુટુંબની આર્થિક બેહાલીનો કોઈ પાર ન રહે. કંઈક આવી જ આર્થિક આપત્તિથી મૂંઝાઈ-પ્રેરાઈને શ્રી માડણ, એકલા ત્રણ-ચાર વર્ષના શ્રી ખીમજીભાઈને એમનાં દાદીમા સોનબાઈ પાસે દેશમાં મૂકીને, પોતાના કુટુંબ સાથે, પોતાનું ભાગ્ય અજમાવવા મુંબઈ ગયા. આ અગાઉ ૭૦-૭૫ વર્ષથી કચ્છના અનેક ભાઈઓ મુંબઈ ગયા હતા અને ખૂબ સુખી થયા હતા. એટલે કચ્છના વતનીઓ માટે મુંબઈ જવું એ એક રીતે પોતાના વતનમાં જવા જેવું સ્વાભાવિક બની ગયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org