________________
પ૭૪
અમૃત-સમીપે આપણી નામાંકિત શિક્ષણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર અને મુંબઈના જાણીતા કાર્યકર શ્રીયુત કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા અબોલ કર્તવ્યનિષ્ઠાને વરેલા આવા જ એક વિરલ મહાનુભાવ છે. ગમે તેટલો કર્તવ્યભાર ઉઠાવવા છતાં, જળકમળની જેમ, આશા અને અહંકારથી અળગા રહેવાની કળા એમને ઈશ્વરી બક્ષિસરૂપે મળેલી છે. રમૂજમાં કહી શકાય કે શ્રી કાંતિભાઈએ, કર્તવ્યપાલનમાં પોતે મોખરે રહેવા છતાં, એના ફળની આકાંક્ષાથી સાવ કોરા (અલિપ્ત) રહીને પોતાની “કોરા' અટકને સાર્થક કરી છે !
આવી વિરલ કાર્યનિષ્ઠા, સુજનતા, સહૃદયતા, સરળતા અને પરગજુવૃત્તિ જેવા ગુણોને લીધે શ્રી કાંતિભાઈના ચાહકો, મિત્રો અને પ્રશંસકોનો વર્ગ વિશાળ છે, અને એમની વાત્સલ્યભરી સંભાળ નીચે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં સંસ્કારઘડતર પામેલા સેંકડો વિદ્યાર્થીઓ માટે તો તેઓ આદર અને ભક્તિને પાત્ર એક વડીલ તરીકેનું બહુમાનભર્યું સ્થાન ધરાવે છે.
સાતેક વર્ષ પહેલાં એમણે પોતાના સ્ફટિક-સમા વિમળ અને યશસ્વી જીવનમાં પચાસ વર્ષ પૂરાં કર્યા ત્યારથી, કોઈ પણ રીતે આપણા આ સતત કર્તવ્યનિષ્ઠ મૂક કાર્યકરનું બહુમાન કરીને સમાજે પોતાની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવી જોઈએ એમ શ્રી કાંતિભાઈ કોરાના સૌ પરિચિતોને લાગ્યા કરતું હતું. પણ પ્રશંસા અને જાહેરાતથી સદા ય દૂર રહેવામાં જ આનંદ માનનાર શ્રી કાંતિભાઈના મનમાં એ વાત ઉતારવાનું કામ બહુ મુશ્કેલ હતું. પણ, જાણે હવે સમય પાકી ગયો હોય એમ, પોતાના બહુમાન સામેનો એમનો વિરોધ કંઈક ઢીલો પડ્યો; એ તકનો લાભ લઈને એમના મિત્રો, પ્રશંસકો અને ચાહકોએ એમના બહુમાન માટે “શ્રી કાંતિલાલ ડી. કોરા અભિવાદન સમિતિની મુંબઈમાં રચના પણ કરી છે. સમિતિ દ્વારા એમનું બહુમાન કરવા સાથે એમને એક સન્માનનિધિ અર્પણ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
અમે આ સમિતિનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અને જૈન સમાજને આવા ઉત્તમ કાર્યમાં પૂર્ણ સહકાર આપવાની ભલામણ કરીએ છીએ. સાચે જ, જૈન સમાજને માટે આ એક ખૂબ આનંદજનક અને ગૌરવપ્રદ સુઅવસર છે.
કાંતિભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલનનું બહુ કપરું કાર્ય જે અનન્ય ધ્યેયનિષ્ઠા, નેકદિલી અને કાબેલિયતથી સફળતાપૂર્વક સંભાળ્યું છે, તે તો વિદ્યાલયના વિકાસના ઇતિહાસની અને એમના જીવનની એક ગૌરવકથા બની રહે એવું છે. શિક્ષણ દ્વારા સમાજનું ઉત્થાન કરવાનો જે પુણ્યયજ્ઞ સ્વર્ગસ્થ દીર્ઘદર્શી આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રેરણાથી સમાજે શરૂ કર્યો હતો, તેમાં શ્રી કાંતિભાઈ પચીસ વર્ષની યુવાન વયે જોડાયા હતા. સામે આવી પડતાં સત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org