________________
૫૭૬
અમૃત-સમીપે એમને લેવામાં આવ્યા છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ-જન્મ-શતાબ્દી-મહોત્સવસમિતિમાં તો તેઓ હોય જ. સ્વર્ગસ્થ સાધ્વીજી શ્રી શીલવતીશ્રીના સ્મરણ નિમિત્તે રચાયેલ ટ્રસ્ટના સંચાલનનો ભાર પણ તેઓ જ વહે છે.
મુંબઈમાં રશિયા-ભારતની મૈત્રીને લગતું જે મંડળ છે તેમાં તેઓ જવાબદારીવાળો હોદ્દો ધરાવે છે; અનેક વાર રશિયા જવાનું આમંત્રણ પણ એમને મળેલું છે. પણ આ કાર્યનિષ્ઠ મહાનુભાવને આવા આનંદપર્યટન માટે અવકાશ જ ક્યાં છે ?
મજાની અને વિશેષ નોંધપાત્ર બીના તો એ છે કે એમની વધુ આવડત અને અનેકવિધ શક્તિઓ એમને માટે વધારે આવકનું સાધન બનવાને બદલે ઊલટું વધારે ઘસારાનું સાધન બની જાય છે ! આવી નિઃસ્વાર્થ સેવાનિષ્ઠા સૌના અભિનંદન અને અભિવાદનને પાત્ર બને અને સૌને માટે અનુકરણીય બની રહે એ સ્વાભાવિક છે.
ગમે તેવા કપરા કે મૂંઝવણભર્યા સંયોગોમાં પણ તેઓ સ્વસ્થતા ગુમાવ્યા વગર, કુનેહ, સરળતા અને સાચદિલીથી માર્ગ કાઢી શકે છે. સચ્ચરિત્રતા અને પ્રામાણિકતા એમનાં જીવન અને વ્યવહાર સાથે સહજપણે એકરૂપ બની ગયેલ છે; અને મોળો કે હલકો વિચાર તો એમને સ્પર્શી જ શકતો નથી. આ રીતે તેઓનું જીવન ઉદાર, ભવ્ય અને ઉચ્ચાશયી બન્યું છે.
આ સન્માનનો અવસર સેવાપરાયણતાનું સન્માન કરવા જેવો ઉત્તમ અવસર છે. અમારા માટે તો એ વિશેષ હર્ષનો અવસર છે – શ્રી કાંતિભાઈ દાયકાઓથી અમારા “જૈન” પત્ર પ્રત્યે ખૂબ હિતબુદ્ધિ ધરાવે છે, અને એક શુભેચ્છક મિત્ર તરીકે અવારનવાર માર્ગદર્શન આપતા રહે છે.
(તા. ૨૬-૭-૧૯૬૯)
યના સમન્વયકાર
(૨૪) કૌશલ અને સૌજન્યના સમન્વયકાર
ડો. કીર્તિલાલ ભણસાળી
નિપુણતાને પગલે-પગલે લોભ, અહંભાવ અને કઠોરતા સહજપણે ચાલ્યાં આવે છે; જ્યારે સુજનતાની પાછળ-પાછળ સેવાભાવના, સહૃદયતા, સંવેદનશીલતા, સરળતા અને કરુણા જેવા ગુણો સ્વયમેવ વિકસે છે. એટલે તો નિપુણતા અને સુજનતાનો સુમેળ મુશ્કેલ લેખાય છે. પણ જ્યારે પણ આવો સુમેળ થવા પામે છે, ત્યારે જીવન માનવતાના ઉત્તમ નમૂનારૂપ બનીને સાચી લોકપ્રિયતાનું અધિકારી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org