________________
૧૮૦
અમૃત-સમીપે
નથી.' દર્દીઓનો પ્રેમ અને દર્દી પ્રત્યેની ધૈર્યભરી વફાદારી તેઓની અજોડ મૂડી હતી. દર્દી અને દાક્ત૨ વચ્ચે અપ્રતિમ મમતાનો સેતુ તેઓએ બાંધ્યો હતો. તેઓનાં સચોટ નિદાન અને મુદ્દાસરનાં ઔષધ લખી આપવાની ટેવ પાછળ એક આદર્શ ડૉક્ટરને શોભે એવી દર્દીની પીડાને દૂર કરવાની ચિંતા જોવા મળતી.
“હૃદયરોગના નિષ્ણાત તરીકે ડૉ. કીર્તિલાલ મ. ભણસાળીએ ક્યુપેશનલ હૅલ્થ અને ઈન્ડસ્ટ્રિયલ મૅડિસિનના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ગ્રાંટ મૅડિકલ કૉલેજમાં મૅડિસિનનું અધ્યાપન-કાર્ય સંભાળવા ઉપરાંત તેઓ તબીબ તરીકે અનેક ઇસ્પિતાલો સાથે સંકળાયેલ હતા.
“તેઓ ‘ઍસો’કંપનીના મૅડિકલ સલાહકાર હતા. ભારત વિભાગના સ્ટડી ઑફ ઇન્ડસ્ટ્રીઅલ મૅડિસિન ઍન્ડ ઑક્યુપેશનલ હૅલ્થ'ના પ્રમુખ તરીકે અનેક સ્થળોએ પ્રતિનિધિ-મંડળના નેતા તરીકે તેઓને જવાનું થયું હતું. ઉપરાંત અમેરિકા, ઑસ્ટ્રિયા અને ઇન્ડોનેશિયા વગેરે સ્થળોમાં ભરાયેલ પરિષદોમાં તેઓએ પ્રમુખસ્થાન પણ શોભાવ્યું હતું.
“મૅડિકલ ક્ષેત્રના શિક્ષિત અને અનુભવી વિદ્યાર્થીઓને પોતાના વ્યવસાયમાં અને જીવનમાં સારી તકો મળે તે માટે સતત ચિંતા સેવવા સાથે તેઓને બનતી સહાયતા અને સહકાર આપવો એને તેઓ પોતાની ફરજ માનતા હતા.”
અમને તો એમ પણ લાગે છે કે ડૉ. ભણસાળીની નામના અને મુંબઈ જેવી વિશ્વનગ૨ીની વિરાટ અર્થશક્તિની દૃષ્ટિએ તેમ જ તબીબી સેવાના વિશાળ કાર્યક્ષેત્રની દૃષ્ટિએ પાંચ લાખ જેવી રકમ બહુ નાની કહેવાય. આ માટે તો જેટલી રકમ ભેગી થાય એટલું મોટું અને સારું કામ થવાનું.
(તા. ૨૩-૧૨-૧૯૭૨)
(૨૫) દર્દી અને દુખિયાના વિસામા ડૉ. મનસુખલાલ ટી. શાહ
સામાન્ય માનવીને પણ નોકરી-ધંધાની દોડધામ મૂકીને નિરાંતનું જીવન વિતાવવાનું મન થાય એવી એ ઉંમર; અને સુખી અને ચિંતામુક્ત માનવી તો ત્યારે પૂર્ણ આરામ અને શાંતિ જ પસંદ કરે ! પણ ડૉ. મનસુખભાઈને આટલી ઉંમરે પણ ન આરામની ખેવના છે, ન નિવૃત્તિની ઝંખના, ન થાકની ચિંતા !
પણ આ પ્રવૃત્તિ પાછળ ન અર્થપરાયણતા કામ કરી રહી છે, ન કોઈ કીર્તિની આકાંક્ષા કે વેપાર-ઉદ્યોગની આસક્તિ. એમના રોમરોમમાં કરુણાનો એક
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International