Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 608
________________ શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈ ૫૮૫ પેઢીના બીજમાં ખમીર ભર્યું હતું, અને આ ચારે મહાનુભાવોએ એમાં કર્તવ્યનિષ્ઠા અને ભાવનાનાં ખાતર-પાણી પૂર્યા હતાં. થોડાંક વર્ષોમાં જ પેઢીનું નામ અને કામ વિખ્યાત બની ગયું. કુટુંબના દુઃખના દિવસો વીતી ગયા અને જીવનનિર્વાહની તિજ પર સુખના સૂરજે પોતાની કળા વિસ્તારવી શરૂ કરી એ અરસામાં જ, ભરયુવાન વયે, શ્રી છગનલાલનું જીવન સંકેલાઈ ગયું ! અને સને ૧૯૫૦માં સૌના વહાલસોયા શ્રી જગશીબાપા (શ્રી જગદીશભાઈ મોરારજી કોરડિયા/શાહ) વિદાય થયા. તા. ૨૨-૧૦-૧૯૬૮ના રોજ શ્રી ગોવિંદભાઈનું અવસાન થયું, અને તે પછી બરાબર છ જ મહિને, તા. ૨૨-૪-૧૯૬૮ના રોજ શ્રી શંભુભાઈનું ! આ કુટુંબનું મૂળ વતન કચ્છ-વાગડનું નાનું-સરખું ફતેગઢ ગામ. બધાયનો જન્મ અને ઉછેર ગરીબાઈની ફૂલવેલ ઉપર જ થયો હતો. આજે રળેલું કાલે કામ લાગે એવી કુટુંબની સ્થિતિ – આકાશવૃત્તિ જ સમજો મળ્યું તો મળ્યું; નહીં તો ભાગ્ય કે ભગવાનને ભરોસે જીવવાનું ! ગામમાં વધુ ભણતરનું સાધન નહીં, બીજે ભણવા જઈ શકાય એવી પૈસાની સગવડ નહીં અને કુટુંબને નિભાવવા માટે કમાણી કરવાની તાકીદ : આ સ્થિતિમાંથી આગળ શી રીતે વધી શકાય એની પૂરી મૂંઝવણ ! પણ શહેરીપણાથી દૂર ગણાતી ગામડાની ધરતીએ આ બધાંનાં અંતરમાં એટલા સંસ્કાર વજની જેમ મજબૂત કરેલા, કે ભૂખે મરીએ તો ય અણહક્કનું ઇચ્છવું નહીં, ગમે તેમ થાય તો ય નીતિ-પ્રામાણિકતા-સચ્ચાઈ તજવી નહીં અને જાતમહેનત કરવામાં નાનપ કે શરમ માનવી નહીં કે પાછી પાની કરવી નહીં : “ગૂર્જર'ની સફળતાની આ જ ગુરુચાવી છે. શ્રી શંભુભાઈનો જન્મ ફતેગઢમાં સને ૧૯૦૩ લગભગમાં થયો હતો. ગુજરાતી ચારેક ચોપડી ફત્તેગઢમાં ભણ્યા પછી ત્યાં એમણે કેટલોક વખત મુનિરાજ શ્રી કનકવિજયજી (આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી, વાગડવાળા) પાસે ધાર્મિક અભ્યાસ કર્યો. ત્યાંથી વધુ ધાર્મિક અભ્યાસ માટે તેઓ પલાંસવા ગામે ગયા. અહીં પણ મુ. શ્રી કનકવિજયજીનો એમને પૂરો સહકાર હતો. આ મુનિવરને ધર્મ-અભ્યાસની સાથે સાથે ધર્મક્રિયામાં પણ એવી જ રુચિ હતી. તેઓ તપ-ત્યાગવૈિરાગ્યમય સંયમના સદા જાગૃત સાધક હતા. એમની પ્રતિભાએ શ્રી શંભુભાઈને જીવનનું ધર્મમય ઘડતર કરવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી આણંદજીભાઈનો પરિચય પણ આ અરસામાં જ થયો. ધર્માનુરાગી ભચુભાઈ (મુ. શ્રી દીપવિજયજી અને પછીથી આ. શ્રી વિજયકનકસૂરિજીના પટ્ટધર આચાર્ય વિજયદેવેન્દ્રસૂરિજી) સાથે શંભુભાઈની ખાસ મૈત્રી. આ બધા સાથે છેવટ સુધી એમણે આદરભર્યો ધર્મસ્નેહ સાચવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649