________________
૫૮૩
અમૃત-સમીપે હવે તેમને વધુ ભણવું હોય તો ય કમાણી કરવાની સાથે જ ભણી શકાય એવી સ્થિતિ હતી. શ્રી આણંદજીભાઈ વગેરે સાથે શ્રી શંભુભાઈ મહેસાણાની જૈન પાઠશાળામાં (શ્રી જૈન શ્રેયસ્કર મંડળમાં) જોડાયા. ત્યાં એમણે ૧૨-૧૩ વર્ષની ઉમરે ધાર્મિક શિક્ષક તરીકે કામ કરવા સાથે આગળ અભ્યાસ પણ કર્યો. અહીં તેઓ અનેક મુનિવરોના અને ધાર્મિક વિદ્વાનોના પરિચયમાં આવ્યા. ત્રણ-ચાર વર્ષ આ રીતે મહેસાણામાં વીત્યાં. શ્રી શંભુભાઈના નાના ભાઈ શ્રી ગોવિંદભાઈ પણ ત્યાં કેટલોક વખત ભણવા રહ્યા હતા.
પહેલા વિશ્વયુદ્ધનો એ સમય હતો; ક્રમે-ક્રમે જીવનનિર્વાહ વધુ વિષમ અને મોંઘો બનતો જતો હતો. શ્રી શંભુભાઈ-ગોવિંદભાઈએ જોઈ લીધું કે હવે કમાણી કરવામાં પૂરેપૂરાં સમય અને શક્તિ લગાવીને પૂરી જાતમહેનત કરવામાં નહીં આવે તો કામ ચાલવાનું નથી. તેઓ પ્રામાણિકતા અને પરિશ્રમશીલતાનું ભાતું લઈને અમદાવાદ આવી પહોંચ્યા; સને ૧૯૧૮ની એ સાલ.
દેશમાં ધીમે-ધીમે ગાંધીયુગનો ઉદય થતો જતો હતો, સાથે-સાથે ભારતની સમસ્ત પ્રજા રાષ્ટ્રભાવનાનું અમૃતપાન કરવા લાગી હતી; શ્રી શંભુભાઈને પણ એ ભાવના સ્પર્શવા લાગી. તેઓ પંડિત ભગવાનદાસને ત્યાં સૂઈ રહેતા, વીશીમાં જમી લેતા અને રાષ્ટ્રીય-ધાર્મિક પુસ્તકોની અને છાપાની ફેરી કરતા. મહેનતના પ્રમાણમાં કમાણી થતી ગઈ; ધીમે-ધીમે કામની ફાવટ અને હિંમત આવતી ગઈ.
છાપાની ફેરીમાં ગાંધીજીના નવજીવને એમને ઘણો સહારો આપ્યો : ગાંધીજી અને એમના છાપાની લોકપ્રિયતાનો લાભ આ ભલીભોળી પ્રકૃતિના ભગવાનના માનવીઓને પણ મળ્યો. તેઓ અમૃતલાલ શેઠના, દેશી રાજ્યોની અને ક્યારેક અંગ્રેજોની પણ ઊંઘ હરામ બનાવી દેતા “સૌરાષ્ટ્ર' સાપ્તાહિકની પણ ફેરી કરતા. ત્યારે લોકોનું વલણ પુસ્તકો ખરીદીને નહીં, પણ માગીને વાંચવાનું હતું. છતાં આ ભાઈઓ ધાર્મિક-રાષ્ટ્રીય પુસ્તકોની થેલીઓનો ભાર ઉપાડીને ઘેર-ઘેર ફરતા ત્યારે એમને એમાં સારી એવી સફળતા મળતી; અને આ કામ કરતાં-કરતાં સારા અને મોટા માણસોનો પરિચય થયો એ મોટો લાભ થયો.
- આ દરમ્યાનમાં ક્યારેક શ્રી શંભુભાઈની ધર્મભાવના એવી પ્રબળ બની ગઈ હતી કે એક વખત તો એમણે દીક્ષા લેવાનો પાકો વિચાર કર્યો ! પણ સાધુ થયા પછી ખાદી નહીં પહેરી શકાય; અને એમણે તો ખાદી પહેરવાનો નિયમ કર્યો હતો એ કારણે (તેમ જ સંભવ છે, બીજા કોઈ કારણે પણ) છેવટે એ વિચાર એમણ જતો કર્યો.
મહેસાણામાં તેમ જ અમદાવાદમાં શ્રી શંભુભાઈને પૂ. પંડિતવર્ય શ્રી સુખલાલજી સાથે ક્યારેક-ક્યારેક મળવાનું થતું. થોડાક વધુ પરિચયે પંડિતજીને શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org