________________
શ્રી કાંતિલાલ કોરા
૫૭૩
રાષ્ટ્રીયતાનો એ યુગ હતો. સેવાઘેલા કિરચંદભાઈને એ યુગ ભાવી ગયો. એમાં શ્રી પોપટભાઈ, ફૂલચંદભાઈ, ચીમનભાઈ વૈષ્ણવ, શ્રી મણિલાલ કોઠારી વગેરે સૌરાષ્ટ્ર-ઝાલાવાડ-વઢવાણના રાષ્ટ્રસેવક સપૂતોના સત્સંગનું બળ ભળ્યું. તેઓ ગાંધીયુગના એક અદના સૈનિક બની ગયા. એક બાજુ એમનું હીર આદર્શ શિક્ષક તરીકે પ્રગટતું ગયું, બીજી તરફ રાષ્ટ્રમુક્તિના સંગ્રામના સૈનિક તરીકેની એમની કામગીરી પણ ખીલતી ગઈ. બે જુદી દેખાતી પ્રવૃત્તિ પાછળ પ્રેરકબળ એક જ હતું : દુઃખી માનવીને સુખી બનાવવાનું, સાચા સંસ્કારી બનાવવાનું.
આ જેલવાસ અને રાષ્ટ્રીય શિક્ષક તરીકેની કામગીરીની સાથે-સાથે એમનામાં ધાર્મિક ભાવના પણ ખીલતી ગઈ. પણ સરવાળે એમનો શિક્ષકનો આત્મા વિજયી બન્યો; તે એમને નવી પેઢીની વચ્ચે દોરી ગયો. તેઓએ આદર્શ ગુરુ બનીને અનેક વિદ્યાર્થીઓના જીવનનું નમૂનેદાર ઘડતર કરવામાં નિજાનંદ અનુભવ્યો.
સને ૧૯૩૭માં એમણે સુરેન્દ્રનગરની શ્રી મહેતા પાનાચંદ ઠાકરશી જૈન બોર્ડિંગનું ગૃહપતિપદ સ્વીકાર્યું, અને પૂરાં ત્રીસ વર્ષ સુધી પૂરી સફળતા સાથે એ નભાવી જાણ્યું. આ સમય દરમ્યાન કેટકેટલા વિદ્યાર્થીઓના જીવનનું એમણે સુઘડ ઘડતર કર્યું ! એમનું વાત્સલ્ય વિદ્યાર્થીઓની અમૂલી મૂડી બની ગયું.
આવી સાંપ્રદાયિક સંસ્થામાં રહેવા છતાં એમની રાષ્ટ્રીયતા એવી જ જાજ્વલ્યમાન રહી શકી. વળી સુરેન્દ્રનગરની સંખ્યાબંધ સેવા-સંસ્થાઓના વિકાસમાં એમનો નોંધપાત્ર ફાળો હતો.
(૨૩) મૌની, કાર્યનિષ્ઠ સેવક શ્રી કાંતિલાલ કોરા
ચીનના મહાન ધર્મચિંતક કોન્સ્ટ્રેશ્યસને એક જિજ્ઞાસુએ પૂછ્યું : “કોઈ માણસ શું કરવાથી શ્રેષ્ઠ થાય છે ?” કોન્સ્ટ્રેશ્યસે એનો ટૂંકો અને સ૨ળ જવાબ આપતાં એટલું જ કહ્યું : “જે બોલ્યા પહેલાં કામ કરે છે અને કામ કર્યા પછી પોતાનાં કાર્યોનાં પ્રમાણમાં બોલે છે, તે શ્રેષ્ઠ બને છે.”
(તા. ૨૫-૩-૧૯૬૭)
કોન્ફ્યૂશ્યસે તો, જેટલું કામ કર્યું હોય તેના પ્રમાણમાં બોલનારને શ્રેષ્ઠ કહ્યો; તો પછી ખૂબ-ખૂબ કામ કરવા છતાં જેને થોડુંક પણ બોલી બતાવવાની ટેવ ન હોય કે એમ કરવું પસંદ ન હોય એને તો અતિશ્રેષ્ઠ જ કહેવો રહ્યો! અને જેને બીજાના મુખે પણ પોતાની પ્રશંસા સાંભળવાનું સારું લાગતું ન હોય એને માટે તો શું કહેવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org