________________
પ૭૦
અમૃત-સમીપે જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળ, માંગરોળ જૈન સભા, શ્રી યશોવિજય જૈન ગુરુકુળ, યુવક સંઘ વગેરે અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તો એમને મન શ્વાસ અને પ્રાણની જેમ જીવનસર્વસ્વ હતું. તેઓ વિદ્યાલયના પેટ્રન તો હતા જ, ઉપરાંત ૧૮ વર્ષ સુધી એના ટ્રસ્ટી અને ૨૮ વર્ષ સુધી સંસ્થાના માનાર્હ મંત્રી હતા. સંપૂર્ણ બંધારણપૂર્વક અને લોકશાહી ઢબે કામ કરતી સંસ્થાનું મંત્રીપદ ૨૮ વર્ષ સુધી એકધારું નિભાવી રાખવું અને યશસ્વી રીતે શોભાવી જાણવું એ કંઈ જેવી તેવી વાત ન ગણાય. જાણે પોતાની કોઈ પૈત્રિક સંસ્થા જ હોય એવી નિષ્ઠા, એવી મમતા અને એવા ઉત્સાહથી તેઓ સંસ્થાના સંચાલનમાં સક્રિય રસ લેતા હતા.
જીવન તો તડકી-છાંયડી કે સૂકી-લીલીનો ખેલ છે; એ ખેલ તો કુદરતના અને માનવીના પોતાના પ્રારબ્ધના નિયત ક્રમ પ્રમાણે ચાલતો જ રહે છે. પણ એવા ઝંઝાવાત વચ્ચે પણ પોતાની સેવાવૃત્તિના પ્રદીપને જળહળતો રાખી શકે છે તે ધન્ય બની જાય છે. શ્રી ચંદુભાઈ આવા જ એક નિષ્ઠાવાન સેવક હતા.
(તા. ૨૫-૮-૧૯૯૨)
(૨૧) સ્વસ્થતા, નિખાલસતા, શાણપણના ભંડાર
શ્રી મનુભાઈ કાપડિયા
કરી બતાવવું હોય એટલું જ તોળી-તોળીને બોલવું – વાણીનો આવો સંયમ અત્યારના વર્તમાનપત્રોના, કહેવાતી લોકશાહીના અને વાણીશૂરતાના જમાનામાં વધુ ને વધુ વિરલ બનતો જાય છે; છતાં આવા સમયમાં પણ, વેરાનમાં શીળો છાંયો પ્રસારીને ઊભેલા વડલાની જેમ, એવી વિરલ વ્યક્તિઓ મળી આવે છે જરૂર, જે “વચન રતન મુખ-કોટડી' (વચન તો મુખની કોટડીમાં સંઘરી રાખવા જેવું રત્ન છે) એ શિખામણને અંતરમાં ઉતારીને વાણીની પવિત્રતા સાચવે છે; અને પોતાના ચિત્તની અને જીવનની પવિત્રતાને મજબૂત બનાવે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનાર્ય-મંત્રીપદેથી તાજેતરમાં નિવૃત્ત થયેલા શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા આવા જ વાણીના સંયમી છે. એમનો આ સંયમ એમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયેલ અનેક સગુણોનો સૂચક બની જાય
વાણીના આ સંયમે એમના કથનમાં સચ્ચાઈનું અમૃત રેડ્યું છે – કેવળ કથનમાં જ નહિ પણ તેમના સમગ્ર અંગત જીવન, વેપાર-વ્યવહાર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org