________________
પર
અમૃત-સમીપે
આવા એક તેજસ્વી, ભારે આશાપ્રેરક અને સેવાભાવનાથી સુવાસિત જીવનનો માત્ર ૪૭ વર્ષની વયે તા. ૨૦-૧૧-૧૯૬૯ને રોજ, સમ્મેતશિખરની યાત્રા દરમિયાન સાવ અણધાર્યો અકાળે અંત આવ્યો એની નોંધ લેતાં અંતર ઘેરા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે.
તા. ૨૧મી નવેમ્બરના રોજ એમના મૃતદેહને મુંબઈ લાવવામાં આવ્યો. એમને સાડાચારસો જેટલી સંસ્થાઓ તરફથી અર્પણ કરવામાં આવેલ ફૂલહાર, એમની સ્મશાનયાત્રામાં બારથી પંદર હજાર જેટલી વિશાળ જનતાની હાજરી, સ્મશાનયાત્રાના આખા માર્ગમાં એમના મૃતદેહ ઉપર મકાનોમાંથી સતત થતી રહેલી પુષ્પવર્ષા, જનસમૂહે એમના વિયોગને કારણે કરેલ કલ્પાંત અને અનેક આગેવાનોએ એમને આપેલી આંસુઝરતી શ્રદ્ધાંજલિ, તેમ જ એમના માનમાં મુંબઈમાં બંધ રહેલાં સંખ્યાબંધ બજારો અને ઍસોસિએશનો એમની લોકપ્રિયતાની કીર્તિગાથા બની રહે એવાં છે. તિર્થસ્ય સ નીતિ અર્થાત્ કીર્તિની સુવાસ મૂકતા જાય છે, તે અમર બની જાય છે.
(તા. ૨૯-૧૧-૧૯૩૯)
(૧૩) કસાયેલ કચ્છી શ્રી ખીમજી માડણ ભુજપુરિયા
શ્રીયુત ખીમજીભાઈ માડણ ભુજપુરિયાના અંગત અને જાહેર જીવન તેમ જ કાર્યની વિગતો ધ્યાનમાં લઈએ છીએ અને મુંબઈના કેવળ કચ્છી સમાજ કે જૈન સમાજની જ નહીં, પણ કોમી કે ધાર્મિક, ઊંચપણા કે હલકાપણા અથવા ગરીબ કે તવંગર જેવા ભેદભાવથી મુક્ત રીતે મુંબઈના વ્યાપક જનસમૂહની સેવા ક૨વાના વ્રતનો જીવનના એક ઉદાત્ત ધ્યેય તરીકે સ્વીકાર કરીને એ માટે નિરંતર ઝઝૂમનાર એક પરગજુ માનવરત્નનાં આપણને આહ્લાદકારી દર્શન થાય છે. આવા નરરત્ન જૈનસમાજમાં જન્મ્યા એ જૈનસંઘને માટે ગૌરવ અને શોભાની વાત છે એમના લીધે જૈન મહાજનોની ઊજળી અને ઉપકારક પરંપરા વિશેષ ઊજળી અને ઉપકારક બની છે.
--
શ્રી ખીમજીભાઈ એટલે નખ-શિખ પ્રામાણિકતા, દિલની સચ્ચાઈ, સત્ય તરફની પ્રીતિ, વિચાર-વાણી-વર્તનની એકરૂપતા, શોષણ-અન્યાય-અત્યાચારઅધર્મ-અધંશ્રદ્ધા તરફની ઉગ્ર નફરત, સમાજની પ્રગતિને રૂંધતી કુરૂઢિઓ, જુનવાણી વિચારસરણી અને સંકુચિતતા સામેની જેહાદ, જનસમૂહની સુખાકારી અને ઉન્નતિ માટે અપનાવેલી ક્રાંતિની ભાવના અને બળવાખોર વૃત્તિ એ સર્વનું જીવંત પ્રતીક. શ્રી ભુજપુરિયાના સફળ, યશોજ્વલ, દાખલારૂપ જાહેરજીવનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org