________________
શ્રી બાબુરામજી જેને
પપ૭ આ રીતે શ્રી ખીમજીભાઈ કેટકેટલી પ્રવૃત્તિઓને કેવી રીતે સફળ કરી શક્યા હશે અને એને માટેનો સમય અને શક્તિ ક્યાંથી મેળવી શક્યા હશે, એનો વિચાર કરીએ છીએ ત્યારે સાચે જ નવાઈ લાગે છે. ખરેખર પ્રબળ ઇચ્છાશક્તિ અને અદમ્ય સેવાવૃત્તિ આગળ કશું જ અશક્ય નથી.
જૈનસમાજ, કચ્છપ્રદેશ અને મુંબઈ શહેરના ગૌરવ સમા આ મહાનુભાવનું તાજેતરમાં (તા. ૨૫-૧૧-૧૯૭૮ના રોજ), મુંબઈમાં શ્રી ભાણબાઈ નેણસી મહિલા વિદ્યાલયે રચેલ “શ્રી ખીમજી માડણ ભુજપુરિયા સન્માન-સમિતિ' દ્વારા જે બહુમાન કરાયું તથા એમના “પરમાર્થી જીવન' નામના જીવનચરિત્રનું પ્રકાશન કરાયું, તે અંગે અમે અમારી ખુશાલી વ્યક્ત કરીએ છીએ. તેઓ તંદુરસ્તીભર્યું દીર્ઘ આયુષ્ય ભોગવે એવી શુભેચ્છા સાથે એમને ખૂબ-ખૂબ હાર્દિક અભિનંદન આપીએ છીએ.
(તા. ૨૩-૧૨-૧૯૭૮)
(૧૪) પંજાબ-સંઘના અગ્રણી લાલા બાબુરામજી જૈન
પંજાબમાં જીરાનિવાસી અને લુધિયાનામાં વસેલા લાલા બાબુરામજી જૈનનું લુધિયાનામાં, તા. ર૭-૮-૧૯૬૯ના રોજ, ૩૮ વર્ષની ઉમરે અવસાન થતાં પંજાબ શ્રીસંઘને એક ભાવનાશીલ, શક્તિશાળી અને સેવાપરાયણ નેતાની સહેજે ન પુરાય એવી મોટી ખોટ પડી છે. ભારતનો જૈનસંઘ પણ આવા દિલેર નરરત્નને ગુમાવીને વધારે ગરીબ બન્યો છે.
આમ જોઈએ તો લાલા બાબુરામજી પંજાબ જૈનસંઘના એક સમર્થ સુકાની હતા. પણ એમનું ખમીર, એમની કાર્યસૂઝ અને સેવાનિષ્ઠા તો એમને સમગ્ર જૈનસંઘના અગ્રણીઓમાં માન-ગૌરવભર્યું સ્થાન અપાવે એવાં હતાં. પંજાબ બહારના જૈન સમાજને એમના પરિચયનો લાભ મળતો ત્યારે ભાવના અને શક્તિ બંને દૃષ્ટિએ એમની નેતા તરીકેની યોગ્યતાની છાપ પડ્યા વગર ન રહેતી.
તેઓ વ્યવસાયે વકીલ હતા, પણ રૂચિની દૃષ્ટિએ વિદ્યાપ્રેમી હતા. એટલે એમનામાં વકીલની ઝીણવટ અને વિદ્વાનની સત્યશોધક દૃષ્ટિનો સમન્વય થયો હતો. તેમના દરેક કાર્યમાં – પછી એ કાર્ય ઘરવ્યવહાર કે વ્યવસાયનું હોય કે સમાજ-ઉત્કર્ષનું હોય – આ ગુણોની પ્રભા વિસ્તરેલી જોવા મળતી. કોઈ પણ કાર્યનો પૂરી વિચારણાને અંતે નિર્ણય કરવો, હાથ ધરેલ કાર્ય બરાબર ગણતરીપૂર્વક સફળ રીતે પાર પાડવું અને દુવિધામાં પડીને કોઈ પણ કાર્યને અડધે રસ્તે પડતું ન મૂકવું એવો દઢ અને નિશ્ચયાત્મક એમનો સ્વભાવ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org