________________
૫૧૧
શ્રી મોહનલાલ પોપટલાલ શાહ
વિ. સં. ૧૯૩૦ની સાલમાં એમનો જન્મ. સામાન્ય આર્થિક સ્થિતિનો સામનો કરીને આગળ વધવાનું એમનું સરજત હતું. મેટ્રિકની પરીક્ષા સુધી તો જેમ-તેમ કરીને પહોંચ્યા, પણ પછીની સ્થિતિ તો પોતાનું ખર્ચ પોતે જ રળીને આગળ વધવા જેવી વિષમ હતી; પણ શ્રી મોહનભાઈ ભાગ્યના એ પડકારથી પાછા ન પડ્યા. એ પડકારને ઝીલીને એમણે રળવાનું અને ભણવાનું સાથોસાથ ચાલુ રાખ્યું. પણ છેવટે શરીર આ બેવડો ભાર ઝીલી ન શક્યું; ઇન્ટરની પરીક્ષા આપતા-આપતાં હૃદયરોગના હુમલાથી તેઓ બેચેન બની ગયા. પણ ચિત્તને સ્વસ્થ કરીને એમણે પૂરી પરીક્ષા આપી. જાણે આવી આકરી કસોટીમાંથી પાર ઊતરનાર નવયુવાન ઉપર ભાગ્યદેવતા તુષ્ટ બન્યા : એ પરીક્ષામાં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા !
પણ પછી જીવનનિર્વાહની આર્થિક વિટંબણામાં અભ્યાસમાં આગળ વધવાની શક્યતા ન રહી, એટલે એમણે કમાણીનો રાહ લેવામાં જ શાણપણ માન્યું. એમણે વકીલને ત્યાં માસિક પંદર રૂપિયાની કારકુનીથી વ્યવસાયની શરૂઆત કરી, કેટલોક વખત શિક્ષક તરીકે પણ કામગીરી બજાવી. છેવટે એક ઉત્સાહી અંગ્રેજ અમલદારની પ્રેરણાથી પોલિસની નોકરી સ્વીકારી. એથી એમના જીવનનો રાહ બદલાઈ ગયો, ભાગ્યનું પાંદડું પણ પલટાઈ ગયું; અને છતાં જીવનવ્યાપી સ્વસ્થતા અને સમતા એવી ને એવી સચવાઈ રહી. ચૌદ વર્ષની ઊછરતી ઉંમરથી જ અભક્ષ્ય કે કંદમૂળનો પણ એમણે ત્યાગ કર્યો હતો અને ધર્મપાલન પ્રત્યેની પ્રીતિ કેળવી હતી.
પોલિસ કે પોલિસ-અમલદારની સત્તા અને જૈનધર્મે આદેશેલ ખાનપાનની અનેક મર્યાદાઓ સાથે ધર્મનું પાલન -- એ બે છે સાથે ન ચાલી શકે એવી લાગતી બાબતો; પણ શ્રી મોહનભાઈએ એ બંનેને પોતાના જીવનમાં બરાબર વણી દીધી હતી. એમની ધર્મપરાયણતા ક્યારેય ફરજના પાલનમાં આડે આવી ન હતી, એમની સત્તા ક્યારેય ધર્મપાલનમાં આડખલીરૂપ બની ન હતી.
વાંકાનેર-રાજ્યમાં એમણે તેર વર્ષ સુધી પોલિસ-સુપરિન્ટેન્ડન્ટની સત્તા ભોગવી હતી, અને એ સ્થાને રહીને બજાવેલ નિષ્ઠાભરી કામગીરીની કદરરૂપે એમને “રાવસાહેબ'નો ખિતાબ મળ્યો હતો. એ પછી તો તેઓ રતલામના નાયબ દિવાન જેવા જવાબદારીભર્યા અને ગૌરવશાળી પદે પહોંચ્યા હતા અને ત્યાંની સફળ કામગીરીની યશકલગીરૂપે એમને “રાવબહાદુર' નો ખિતાબ મળ્યો હતો.
પોલિસ-સુપરિન્ટેન્ડન્ટની જવાબદારી વખતે કેટલીય વાર બહારવટિયાઓનો પીછો પકડવા જંગલમાં દોડાદોડ કરવી પડતી; અને નાયબ દિવાન તરીકેની કામગીરી પણ કંઈ ગુલાબની સેજ ન હતી. પણ આવા કોઈ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org