________________
૫૩૮
અમૃત-સમીપે કૃષિવિષયક અર્થશાસ્ત્રની મંડળી” (ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ)ના પ્રમુખ તરીકેની એમની કાર્યવાહી, સહકારી બેંકિંગ, સહકારી પ્રવૃત્તિ વગેરે.
એમની કાર્યશક્તિ સાથે વ્યવસ્થાશક્તિ પણ અભુત અને અજોડ હતી; અને અભ્યાસશીલતા તો એમના રોમરોમમાં ઊભરાતી હતી. એટલે, જેમ પૈસો બજારમાંથી ગમે તે વસ્તુને સહેલાઈથી ખરીદી શકે, તેમ શ્રી મણિભાઈ પોતાની આવી અનેક અદ્ભુત શક્તિઓ અને સંખ્યાબંધ સદ્ગણોને બળે ગમે તેવા મોટા અને મુશ્કેલ કાર્યને સહેલાઈથી પહોંચી શકતા. એમનાં કાર્યો મોટે ભાગે સમગ્ર પ્રજાનું કલ્યાણ કરે એવી રાષ્ટ્રીય કોટિનાં જ રહેતાં એ બાબતની પણ અહીં સહર્ષ નોંધ લેવી ઘટે છે.
આટલી સત્તા, સંપત્તિ અને સિદ્ધિઓ છતાં અભિમાનનું નામ નહીં. આની સાથે જ સુજનતા, સહૃદયતા, સરળતા, સદાચાર-પરાયણતા અને સેવાભાવના વગેરે સગુણો – એ સોનામાં સુગંધ ભળ્યા જેવો સુભગ યોગ હતો.
શ્રી મણિભાઈ પોતાના જૈનપણા અંગે ગૌરવ અનુભવતા, તેમ જ જૈન સમાજનો ઉત્કર્ષ થાય એવી એમની તમન્ના પણ રહેતી; અને એ માટે તેઓ પોતાથી શક્ય પ્રયત્ન પણ કરતા. પણ એમની આ વૃત્તિ-પ્રવૃત્તિ સાંપ્રદાયિક કટ્ટરતાથી પર હતી. એક સાચા, સક્રિય અને વ્યવહારદક્ષ અર્થશાસ્ત્રીની જેમ તેઓ સમય, શક્તિ અને ધનના નાનામાં નાના અંશનો પણ સદુપયોગ થાય એ રીતે જ કાર્ય કરવામાં માનતા.
નિરર્થક વાદ-વિવાદને કારણે જ પોતે કૉન્ફરન્સમાં સક્રિય રસ લેતા અટકી ગયા હતા એ વાત તા. ૨૦-૩-૧૯૪૯ના રોજ મુંબઈમાં શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના સન્માન માટે યોજવામાં આવેલ સમારંભના પ્રમુખસ્થાનેથી આપેલ વ્યાખ્યાનમાં પ્રગટ કરતાં શ્રી મણિભાઈએ કહ્યું હતું
વડોદરામાં કૉન્ફરન્સનું પાંચમું અધિવેશન ભરાયું હતું, તે વખતે હું સ્વયંસેવક-દળનો વડો હતો....પંડિત લાલનને બોલવા દેવા કે ન દેવા એ પ્રશ્ન પર આખી રાત વિવાદ થયો હતો, તેણે મારા એ ઉત્સાહને તોડી પાડ્યો. ત્યારથી હું કૉન્ફરન્સમાં ભાગ લેતો અટકી ગયો છું.”
આ પ્રસંગે શ્રી મોતીચંદભાઈની સેવાઓને બિરદાવતાં તેઓએ સેવામાર્ગની દુષ્કરતા અને સહનશીલતાની જરૂર અંગે સાચું જ કહ્યું હતું –
“સેવાનો માર્ગ કેટલો કઠણ અને કપરો છે, તે તો એ દિશામાં પગલાં માંડનાર જ સમજી શકે. તે રસ્તે ચાલનારને સમયનો ભોગ આપવો પડે છે, દ્રવ્યનો ભોગ આપવો પડે છે અને રાતદિવસ સખ્ત પરિશ્રમ કરવો પડે છે; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org