________________
૫૩૬
અમૃત-સમીપે તે કહી શકાય નહીં. ધાર્મિક, સામાજિક કાર્યો કરતી વેળા તમારા અને મારા વિચારોમાં અજ્ઞાનતાથી ભેદ પડી જવાથી મારાથી આપ સહુકોઈનું જાણતાંઅજાણતાં મન દુભાયું હોય, અગર અવજ્ઞા-આશાતના થઈ હોય, તેમ જ મારા વિચારોથી કાંઈ પણ ઉત્સુત્ર ભાષણો કે શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ બોલાયું કે વિચારાયું હોય તો તે મારા સર્વ અપરાધો બદલ મને પશ્ચાત્તાપ થાય છે. તે મારા મિથ્યા દુષ્કૃત માટે હું ખમાવું છું : હૃદયપૂર્વક “મિચ્છામિ દુક્કડમ્', અને આપ ઉદાર અંતઃકરણથી મને ક્ષમા અને આશીર્વાદ અર્પો, જેથી મારા આત્માને સમતાસમાધિ પ્રાપ્ત થઈ સદ્ગતિ-ગામી બનવાનું બળ મળે.
સાધર્મિક બંધુઓ ! આપની સાથે હું ઘણી વખત મળ્યો છું. ધર્મનાં, સમાજનાં કામો સાથે મળી કર્યા છે. પણ હવે કદાચ મારાથી એ ફરી શક્ય બને કે ન પણ બને. આપની સાથેના ધાર્મિક, વ્યાવહારિક, સામાજિક સંબંધોમાં અથવા સંસ્થાઓ કે શાસનનાં કામોમાં મારાથી આપશ્રીનું મન દુભાયું હોય, તે સર્વે મારા દુષ્કૃત્ય માટે હું આપને હૃદયપૂર્વક ખમાવું છું અને આપ પણ ઉદારતાથી મને ક્ષમા આપશોજી.”
શ્રી મોતીલાલભાઈની અત્યાર સુધીની વિચારસરણી અને પ્રવૃત્તિમાં જે સરળતા, ધર્મપરાયણતા અને ભવ્યતા એકરૂપ બનેલ છે, તેવી જ ભવ્યતા તેમના આ નિવેદનમાં જોવા મળે છે. આવી ધર્મજાગૃતિ અને ક્ષમાપનાની ભાવના દાખવવા બદલ અમે શ્રી મોતીલાલભાઈને ભાવપૂર્વક વંદન કરીએ છીએ.
(તા. ૨૩-૧૨-૧૯૭૮)
(૭) મહામના સર મણિલાલ બાલાભાઈ નાણાવટી
સ્વનામધન્ય સર મણિલાલ બાલાભાઈ નાણાવટીનું મુંબઈમાં તા. ૨૯૭-૧૯૯૭ના રોજ ૯૧ વર્ષની ઉંમરે અવસાન થતાં દેશના એક કર્તવ્યનિષ્ઠ, શાણા, સમય-જ્ઞ, વિચક્ષણ, રાજનીતિ-નિપુણ નરરત્નનો આપણને વિયોગ થયો છે.
શ્રી મણિભાઈ જૈન હતા એ બીના જૈનસંઘને ગૌરવ અપાવે એવી છે. પણ સંકુચિત સંપ્રદાયવાદે “જૈન” શબ્દનો જે અતિ સંકુચિત અર્થ કરી મૂક્યો છે, તે અર્થમાં નહીં, પણ એ શબ્દના સાચા વિશાળ અર્થમાં તેઓ જૈન હતા; અને તેથી જ જૈન હોવાની સાથોસાથ તેઓ સાચા ગુજરાતી અને સાચા ભારતીય પણ બની શક્યા હતા. બલ્ક, સાચા વિશ્વનાગરિક તરીકે એમણે જાતનું ઘડતર કર્યું હતું. જન-સમૂહના વ્યાપક હિતની દૃષ્ટિએ જ કોઈ પણ બાબતનો વિચાર કરવાની વિરલ શક્તિ તેઓમાં ખીલી હતી. એનું કારણ હતું એમનામાં પ્રગટેલી માનવમાત્ર પ્રત્યેની સમાનતાની ભાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org