________________
શ્રી છોટાલાલ ત્રિકમલાલ પરીખ
૫૪૫ શ્રી મનસુખભાઈએ સ્પષ્ટ અને મુદ્દાસર વર્ણવેલી આપણી બેહાલીનું નિવારણ કરવાની બુદ્ધિ અને શક્તિ આપણામાં પ્રગટાવીને એમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ તો કેવું સારું !
(તા. ૧૮-૧૨-૧૯૭૯)
(૯) પીઢ, ઠરેલ કાર્યકર શ્રી છોટાલાલ ત્રિકમલાલ પરીખ
મૂળ વિરમગામના વતની અને ત્રણ-ચાર દાયકાથી અમદાવાદમાં વસેલા સ્વનામધન્ય શ્રીયુત છોટાલાલ ત્રિકમલાલ પરીખ અમદાવાદમાં, તા. ૨૦-૮૧૯૭૩ના રોજ, ૯૨ વર્ષની પરિપક્વ વયે સ્વર્ગવાસી થતાં જૈનસંઘમાંથી એક શાણા, સમજદાર, પીઢ, શાંત સ્વભાવી, ઠરેલ કાર્યકર, યશસ્વી જીવન અને કાર્ય દ્વારા નિવૃત્તિના સાચા અધિકારી બનીને, સદાને માટે વિદાય થયા છે એ પ્રસંગે અમે તેઓને અમારી ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
- શ્રી છોટાલાલભાઈનો સહજ સ્વભાવ સારા કાર્યના સાથી બનવાનો, ખોટા કાર્યથી સદા અળગા રહેવાનો અને કોઈ પણ સવાલનો તલસ્પર્શી અને સર્વગ્રાહી વિચાર કરીને એના મર્મને પકડવાનો હતો. તેથી કૌટુંબિક, ધાર્મિક તથા સામાજિક બાબતોમાં અનેક વ્યક્તિઓ એમની સલાહ લેવા આવતી અને સંતોષ પામીને જતી. કોઈ પણ બાબતમાં તેઓ એવી સલાહ આપતા કે જેથી લાગતા-વળગતા પક્ષો વચ્ચે મોટે ભાગે સુલેહ, શાંતિ અને એખલાસનું નિર્માણ થતું.
તેઓએ એ વખતમાં ડિસ્ટ્રિક્ટ પ્લીડર જેટલો જ અભ્યાસ કર્યો હતો; પણ પોતાની ખંત, ધીરજ, પ્રશ્નના મર્મ સુધી પહોંચવાની પરિશ્રમશીલતા, કલ્યાણબુદ્ધિ અને સમાધાનવૃત્તિને કારણે વકીલ તરીકે તેઓએ સારી સફળતા અને ઘણી લોકચાહના મેળવી હતી. આપણા શ્રી સમેતશિખર મહાતીર્થને લગતો સવાલ વિલાયતની પ્રિવી-કાઉન્સિલ સુધી પહોંચ્યો, ત્યારે કાયદાના એક સહાયક સલાહકાર તરીકે આપણા શ્રીસંઘ તરફથી તેઓને વિલાયત મોકલવામાં આવ્યા હતા, અને એમાં જૈનસંઘને સફળતા મળી હતી. એમાં શ્રી છોટાભાઈની આ કાબેલિયતનો હિસ્સો નોંધપાત્ર હતો. ડિગ્રીની દૃષ્ટિએ પ્રમાણમાં કાયદાશાસ્ત્રના મર્યાદિત અભ્યાસ છતાં આવી સફળતા મેળવવી એ વિરલ દાખલો ગણાય.
તેઓએ પહેલાં શિક્ષક તરીકે તેમ જ બીજા ક્ષેત્રમાં કામગીરી બજાવી હતી; અને છેવટે તેઓ વકીલ તરીકેના વ્યવસાયમાં સ્થિર થયા હતા. અમદાવાદમાં પણ તેઓએ આ વ્યવસાયમાં સારી નામના અને સફળતા મેળવી હતી. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International