________________
૫૪૮
અમૃત-સમીપે
શ્રી મોહનભાઈનું જીવન બીજા કાર્યકરોને સેવાક્ષેત્રમાં ખેંચી લાવનારું બનો, અને આપણી યોગ્ય કાર્યકર્તાઓની ખામી દૂર થાવ એટલી ઈશ્વરને પ્રાર્થના. (તા. ૨૮-૧૦-૧૯૫૦)
(૧૧) વિદ્યાપ્રેમી, સેવાભાવી શ્રી કસ્તૂરમલજી બાંઠિયા
પ્રવૃત્તિમય જીવન અને નિવૃત્તિપરાયણ જીવન બંને દ્વારા જીવનને ધન્ય બનાવી જાણનાર મહાનુભાવો વિરલ હોય છે. સ્વર્ગસ્થ કસ્તૂરમલજી બાંઠિયા આવા, સમગ્ર જીવનને અપ્રમત્તભાવે આનંદપૂર્વક જીવી જાણનાર પુરુષ હતા. તા. · ૬-૭-૧૯૬૯ના રોજ, રાનીગંજમાં ૭૫ વર્ષની ઉંમરે, શાંતિપૂર્વક તેઓનો સ્વર્ગવાસ થયો; એક સાધુચિરત મહાનુભાવ સ્મૃતિશેષ થઈ ગયા !
તેઓ અજમેરના વતની હતા. પોતે એક વેપારી હોવા છતાં એમનો વિદ્યારસ જીવંત અને સક્રિય હતો. એમના આ વિદ્યાપ્રેમની પાછળનું એક પ્રેરક તત્ત્વ માત્ર વિદ્યાવિનોદના બદલે સત્યને સમજવાની ઝંખના હતું; તેથી જે કોઈ રીતે સત્યની ઝાંખી થઈ શકે એમ લાગતું તે તરફ તેઓ સહજપણે આકર્ષાતા
પછી એ સંતોનો સમાગમ હોય કે સારાં પુસ્તકોનું વાચન. વ્યક્તિ અને સમાજમાં પ્રવર્તતાં અજ્ઞાન અને અંધશ્રદ્ધા સામે તેમ જ રૂઢિચુસ્તપણા સામે એમને ભારે અણગમો હતો. વિકાસને રૂંધતી આ ખામી જે ૨ીતે દૂર થઈ શકે તે રીતે તેઓ જાતે યથાશક્ય પ્રયત્ન કરતા અને જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આવી પ્રવૃત્તિ કરતી તેને તેઓ સામે ચાલીને પોતાથી બનતો સાથ આપતા; એટલું જ નહીં, બીજાઓને એ માટે પ્રેરણા પણ આપતા. શરૂઆતનાં વર્ષોમાં ઓસવાલ નવયુવક સમિતિની સ્થાપનામાં અને નવયુવકોને દો૨વણી આપવામાં શ્રી બાંઠિયાજીએ જે ભાગ ભજવ્યો હતો, તે એમના સુધારક પ્રગતિશીલ માનસની સાક્ષી પૂરે છે. વિદેશયાત્રા કરનાર આપણા શરૂઆતના નવયુવકોમાંના શ્રી બાંઠિયાજી એક હતા.
--
--
સમાજસેવાની એમની ભાવના ઉત્કટ હતી અને દૃષ્ટિ સ્પષ્ટ હતી. સમાજનો અભ્યુદય કેવી રીતે થઈ શકે એ તેઓ બરાબર જાણતા હતા, અને આવી પ્રવૃત્તિમાં વગર કહ્યે સહકાર આપવો એ પ્રત્યેક સમાજહિતચિંતકની ફરજ છે એમ તેઓ માનતા હતા અને જાતે તન-મન-ધનનો ઘસારો વેઠીને એનું ઉલ્લાસપૂર્વક પાલન કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org