________________
૫૩૪
અમૃત-સમીપે આપવામાં આવે – આ શ્રી નાહટાજીની અતિપ્રિય પ્રવૃત્તિ હતી; અને એ માટે તેઓ હંમેશાં તન, મન, ધનથી તત્પર રહેતા. તીર્થનું કામ હોય કે સાધુમુનિમહારાજની ભક્તિનું કામ હોય, તો પણ તેઓ ખડે પગે હોય જ.
ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે કેવળ વીસ વર્ષની વયે એમના અંતરમાં આવી બહુમુખી સમાજસેવાની ધગશના અંકુરો ઊગી નીકળ્યા હતા, અને ઉંમર વધવાની સાથે એમાં પણ ઉત્તરોત્તર વધારો જ થતો રહ્યો હતો.
- ઉત્તરપ્રદેશ અને પંજાબ વગેરે પ્રદેશોમાં આર્યસમાજના સજ્જડ પ્રચારનો એ સમય હતો. આવે સમયે જૈનધર્મના કોઈ સિદ્ધાંત માટે શાસ્ત્રાર્થનો પડકાર થતો તો એનો સુયોગ્ય વિદ્વાનો દ્વારા યોગ્ય ઉત્તર અપાય ત્યારે જ એમના મનને સંતોષ થતો. આ બાબતમાં તેઓ આર્યસમાજીઓ કે મિશનરીઓના જેવી લગનીથી જ કામ કરતા, અને પોતાનાં ઊંઘ અને આરામ પણ વીસરી જતા.
જૈન સાહિત્ય હિન્દી ભાષામાં પણ રજૂ થવું જોઈએ એ માટે તેઓ અથાક પ્રયત્ન કરતા. આગ્રાનું શ્રી આત્માનંદ-જૈન-પુસ્તક-પ્રચારક-મંડળ એમના અવિરત પ્રયાસથી જ સ્થપાયું હતું, અને પંડિતવર્ય શ્રી સુખલાલજી જેવાને પણ ખરી જરૂરિયાત વખતે એમના દ્વારા જ સધિયારો મળી રહ્યો હતો. એ જ બતાવે છે કે એમની વિદ્યાપ્રીતિ કેવી ઉત્કટ અને સક્રિય હતી.
તેઓ વિચારે સુધારક હતા, અને પૂજ્ય આત્મારામજી મહારાજ અને એમના સમુદાયના અને ખાસ કરીને આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજીના અનન્ય ઉપાસક હતા.
તેઓએ પોતે પણ કેટલીક નાની-નાની પુસ્તિકાઓ લખી હતી, અને અમારા પત્રના (“જૈન”ના) પણ તેઓ એક જૂના સમયના લેખક હતા. અમે આ પ્રસંગે એમના આ ઋણનો સ્વીકાર કરીએ છીએ.
પોતાના ધંધાની કે આરામની ખેવના કર્યા વગર સમાજસેવા કરનાર સેવકો આપણે ત્યાં વિરલા છે. શ્રી નાહટાજી આવા જ એક વિરલ સમાજસેવક હતા.
(તા. ૨૧-૧૦-૧૯૯૧)
(૬) કષાયમુકત સંઘ-મોવડી શ્રી મોતીલાલ વીરચંદ શાહ
માલેગામ-નિવાસી, સ્વનામધન્ય શ્રી મોતીલાલભાઈ વીરચંદ શાહ આપણા શ્રીસંઘના ગૌરવસમા, ધર્મભાવનાશીલ અને સમાજસેવાની ઉત્કટ ધગશ ધરાવતા મહાનુભાવ છે, અને સારાં કાર્યોમાં સામે ચાલીને સાથ-સહકાર અને સહાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org