________________
શ્રી મોતીલાલ વીરચંદ શાહ
૫૩૫
આપવાની ઉમદા પ્રવૃત્તિથી પોતાના જીવન અને ધનને કૃતાર્થ બનાવવાનો એમનો સહજ સ્વભાવ છે. તેથી જ તેઓ રૂઢિચુસ્ત અને સુધારક એવી દેખીતી રીતે પરસ્પરવિરોધી લાગે એવી વૃત્તિ-વિચારસરણીને આવકારી કે સહી શકે છે, તેમ જ એવી સત્યવૃત્તિઓને સહાય પણ આપે છે.
કૉન્ફરન્સના તેરમા જુન્નર અધિવેશન પછી કૉન્ફરન્સમાં નવા અને જૂના વિચારો ધરાવનારાઓ વચ્ચે જે મોટું ભંગાણ પડ્યું હતું અને એને લીધે, તે પછી ત્રણ-ત્રણ અધિવેશનો ભરાવા છતાં, કૉન્ફરન્સની કાર્યવાહીમાં જે મોટી મડાગાંઠ ઊભી થઈ હતી અને ઘેરી નિષ્ક્રિયતા આવી ગઈ હતી, એને દૂર કરવામાં, દક્ષિણના પોતાના સાથીઓનો સાથ લઈને, શ્રી મોતીભાઈએ જે અણથક કામગીરી બજાવી હતી, એને લીધે વિ. સં. ૨૦૦૬ની સાલમાં ફાલનાનું અધિવેશન મેળવવાનું શક્ય બન્યું હતું અને આ મડાગાંઠ દૂર થાય એવા આવકારપાત્ર સંયોગો ઊભા થયા હતા.
જોકે આ અધિવેશનનું પરિણામ ધારણા પ્રમાણે સારું અને કૉન્ફરન્સ પોતાની સમાજ-ઉત્કર્ષની પ્રવૃત્તિને વધુ સારી રીતે કરી શકે એવું ન આવ્યું; કારણ કે જે રૂઢિચુસ્ત લોકોએ આ મડાગાંઠ ઊભી કરી હતી, તેઓએ પોતાના બિનસહકારી વલણમાં કોઈ પણ જાતનો ફેરફાર ન કર્યો અને કૉન્ફરન્સ કોઈ સુધારક વિચાર કે કાર્ય ન કરે એની જ તપાસ રાખવાનું કામ ચાલુ રાખ્યું. આમ છતાં, શ્રી મોતીભાઈએ (તથા મહારાષ્ટ્રના બીજા અગ્રણીઓએ) ફાલના અધિવેશન ભરી શકાય એવા અનુકૂળ સંજોગો ઊભા કરવામાં જે વિશિષ્ટ કામગીરી બજાવી હતી તે સમાજસેવાની એમની ધગશની સાક્ષી પૂરવા સાથે સમાજને સદાને માટે એમના ઓશિંગણ બનાવે એવી હતી એમાં શક નથી.
શ્રી મોતીલાલભાઈ આખા જૈન સમાજના એક નિષ્ઠાવાન કાર્યકર અને અગ્રણી તો છે જ, પણ મહારાષ્ટ્રમાં તો એમનું સ્થાન અને માન એક વગદાર, પ્રભાવશાળી અને ધાર્યું કરાવી શકે એવા બાહોશ અને સભાવનાશીલ અગ્રણી તરીકે છે. આટલું તો પ્રાસંગિક; હવે આ નોંધની મુખ્ય વાત :
- શ્રી મોતીલાલભાઈની ઉમર ૭૫ વર્ષની થઈ છે, એટલે એમણે થોડા વખત પહેલાં પોતાના નામથી “અંતિમ ક્ષમાપના' નામે એક પત્રિકા પ્રગટ કરીને પોતાના મિત્રો, સ્નેહીઓ અને સગાં વગેરેને મોકલી છે. આ પત્રિકા શ્રી મોતીલાલભાઈની ધર્મજાગૃતિનું સૂચન કરે એવી હોવાથી એમાંનો કેટલોક ભાગ અહીં રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. તેઓ લખે છે
છેલ્લા બે માસથી હું હૃદયરોગના હુમલાથી પથારીવશ છું. મારી ઉમર પણ હવે ૭૫ વર્ષની થઈ છે, જીવનનો સંધ્યાકાળ આવ્યો છે; અસ્ત ક્યારે થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org