________________
પ૨૦
અમૃત-સમીપે ના કહ્યા છતાં તેઓ પાંચોટ ગયા હતા. એમને મન એ જાણે સાક્ષાત્ પરમાત્માનો સાદ હતો.
સંતોષી, સેવાપરાયણ, શાંતિભર્યું, શ્રદ્ધાપૂર્ણ અને સમભાવી એમનું જીવન હતું; તો સરળ અને નિઃસ્વાર્થ એમની પ્રકૃતિ હતી. હલકા કે મલિન વિચારને તેઓ પોતાની પાસે ટૂકવા પણ દેતા ન હતા. એમના હાથે ખાતમુહૂર્ત, અંજનશલાકા, પ્રતિષ્ઠા, અષ્ટોત્તરીસ્નાત્ર, શાંતિસ્નાત્ર વગેરે ત્રણસો જેટલાં ધર્મવિધાનો થયાં હતાં.
તેઓ પ્રભુભક્તિ અને પ્રભુની પ્રતિષ્ઠા માટે જ જીવ્યા, અને પ્રભુનું ધ્યાન ધરતાં અને આત્માની આરાધના કરતાં-કરતાં જ સ્વસ્થપણે, ૭૫ વર્ષની ઉમરે નિવૃત્તિના સાચા અધિકારી બનીને, શ્રાવણ વદિ ૫, તા. ૨૧-૮-૧૯૬રના રોજ, પોતાના વતન વળાદમાં જ, એમણે પોતાનું જીવન સંકેલી લીધું ! ન સંસારની, ન કુટુંબકબીલાની માયા-મમતા. ધર્મનું આરાધન કરતાં અને પ્રભુનું સ્મરણ કરતાં પ્રભુના ભક્ત જાણે પ્રભુના ચરણમાં જ પોતાનું સ્થાન મેળવી લીધું.
(તા. ૮-૧૨-૧૯૬૨)
(૭) ધર્માત્મા શ્રી ચંદનમલજી નાગોરી
વિક્રમની વસમી સદી તથા એકવીસમી સદીના જૈનસંઘના ઇતિહાસમાં જે વ્યક્તિઓનાં નામ અને કામ ચિરસ્મરણીય બની ગયાં છે, એમાં સ્વર્ગસ્થ, સ્વનામધન્ય શ્રીયુત ચંદનમલજી નાગોરી આદર-બહુમાનભર્યું સ્થાન ધરાવતા હતા, તે એમના જીવન સાથે નખ-શિખ એકરૂપ બની ગયેલ બાહ્ય અને આત્યંતર ધાર્મિકતાને કારણે જ.
એમના જેવી નિષ્ઠાભરી, હૃદયસ્પર્શી અને સર્વમંગલકારી ધાર્મિકતાના દાખલા બહુ ઓછા જોવા-જાણવા મળે છે. એમ કહેવું જોઈએ કે નાગોરીજી અને ધર્મપરાયણતા જાણે એકબીજાના પર્યાય બની ગયા હતા; એ પુણ્યાત્માનું સમગ્ર જીવન ધર્મક્ષેત્રની સેવાને જ સમર્પિત થયું હતું, અને સંસારવ્યવહારનું આકર્ષણ એમને નહીં જેવું હતું.
શ્રી નાગોરીજીનું અંગત જીવન જોઈએ કે જાહેર જીવન જોઈએ, એ બંનેમાં ધર્મભાવના સર્વોપરિ સ્થાને બિરાજતી હતી. એમનું અંગત જીવન વ્રતો, તપ, નિયમો, પૂજા, પ્રતિક્રમણ જેવી બધી ધર્મક્રિયાઓ અને તત્ત્વબોધદાયક શાસ્ત્રાભ્યાસને કારણે, પ્રાચીનકાળના પ્રતાપી શ્રાવક-મહાનુભાવોનું સ્મરણ કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org