________________
૫૧૯
શ્રી ફૂલચંદભાઈ ખીમચંદ શાહ
જાગૃતિ રાખતા. એમના આ વિરલ ગુણને લીધે તેઓ જ્યાં-જ્યાં ગયા ત્યાં ખૂબ લોકપ્રિય બન્યા અને સંઘનો આદર પામ્યા.
મોટાં-મોટાં વિધિવિધાનો માટે એમને અનેક શહેરો અને ગામોમાં જવાનું થતું, અને મોટા-મોટા શ્રીમંતોના ગાઢ સંપર્કમાં આવવાનું પણ બનતું, છતાં તેઓ પોતાનો જરા પણ સ્વાર્થ સાધવાની લાલચમાં કદી પડતા નહીં, અને પોતાના પ્રવાસખર્ચ માટે મળેલી રકમમાંથી પણ, થયેલ ખર્ચ બાદ કરતાં કંઈક પૈસા વધી પડે તો એને કોઈ સારા કાર્યમાં વાપરી નાખતા. પણ પ્રભુભક્તિને નામે એક પૈસાનો પણ પોતાથી ઉપભોગ ન થઈ જાય એની પૂરેપૂરી જાગૃતિ રાખતા. એમની આ નિઃસ્વાર્થતા જ એમનું સાચું બળ હતું.
એક વાર પંજાબના કોઈ શહેરમાં ચાલીસ વર્ષે પ્રતિષ્ઠાનો શુભ અવસર આવેલો. શ્રી ફૂલચંદભાઈ વિધિકાર તરીકે એ પ્રસંગે ગયેલા. એમના કાર્યથી સંઘને ખૂબ સંતોષ અને આનંદ થયો. પોતાનો હર્ષ વ્યક્ત કરવા શ્રીસંઘે ફૂલચંદભાઈને ચાલીસ હાર પહેરાવ્યા સંઘના બધા મહાનુભાવોને થયું કે આવા ધર્મપ્રેમી સજ્જનનું બહુમાન કરવાનો આવો અવસર શા માટે જવા દેવો ? ઉપરાંત ચાંદીનો મોટો થાળ અને વાડકો રૂપિયાથી છલોછલ ભરીને શ્રીસંઘે ફૂલચંદભાઈને ભેટ આપ્યો. પણ ફૂલચંદભાઈ તો સાવ નિઃસ્વાર્થી અને નિર્લોભી આત્મા ! એમને મન તો પ્રભુભક્તિમાં જ એમનું સર્વસ્વ સમાઈ જતું હતું; એની આગળ બીજું બધું તુચ્છ હતું. એમણે બહુ જ વિનમ્રતા અને વિવેકપૂર્વક, હર્ષાશ્રુ વર્ષાવતાં, એ બધું એ જ ગામના શ્રીસંઘને અર્પણ કરી દીધું !
વિ. સં. ૨૦૧૨માં તેઓ પ્રતિષ્ઠાવિધિ માટે રંગૂન ગયેલા. એમની સરળતા અને ધર્મપ્રિયતાથી ત્યાંનો સંઘ ખૂબ પ્રભાવિત થયેલો. શ્રીસંઘે ફૂલચંદભાઈને સોનાની ફ્રેમમાં મઢીને માનપત્ર અર્પણ કર્યું. પણ પ્રભુના સેવકને સોનાનું શું કામ ? એમણે એ શ્રીસંઘને પાછું આપી દીધું અને સામાન્ય વાંસની ફ્રેમનો સ્વીકાર કર્યો !
પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના તેઓ વિશેષ અનુરાગી હતા, અને ત્રીસ વર્ષ સુધી એમની નિશ્રામાં પંજાબમાં તેમ જ બીજાં અનેક સ્થળોએ એમના હાથે પ્રતિષ્ઠા વગેરે ધર્મકાર્યો થયાં હતાં. એમનો શ્રી. વિજયવલ્લભસૂરિજી તરફનો અનુરાગ દૃષ્ટિરાગમાં પરિણમ્યો ન હતો એ બીના એમની ગુણગ્રાહક દૃષ્ટિ અને સાચી ધર્મપ્રીતિની સાખ પૂરે છે. એને લીધે જ અન્ય આચાર્યો કે મુનિવરોના પણ તેઓ પ્રીતિપાત્ર બની શક્યા હતા.
વિ. સં. ૨૦૧૭ની સાલમાં પણ એમની તબિયત નાદુરસ્ત હતી, અને મહેસાણા તાલુકાના પાંચોટ ગામના જિનમંદિરનું ખાતમુહૂર્ત કરવાનો પ્રસંગ આવ્યો. એ વખતે પણ માંદગીની પરવા કર્યા સિવાય અને સ્નેહીઓએ ઘણી-ઘણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org