________________
પ૨૨
અમૃત-સમીપે એક કરતાં વધુ આવૃત્તિઓ પણ પ્રગટ થઈ છે. આ ઉપરથી સમજી શકાય છે કે એમને ધાર્મિક ક્રિયાઓ અને વિધિવિધાનો પ્રત્યે જેટલો અનુરાગ હતો, એટલો જ રસ સાહિત્યઅધ્યયન અને સાહિત્યસર્જનમાં પણ તેઓ ધરાવતા હતા. એમના એ બંને રસ એકબીજાના પૂરક હતા, અને એની ઉપર શ્રી નાગોરીજીની પવિત્ર અને નિર્દોષ જીવન જીવવાની કળાનો કળશ ચડતો હતો.
તેઓ અવારનવાર ગરીબ અને મધ્યમ સ્થિતિની વ્યક્તિઓને યથાશક્તિ સહાય કરતા રહેતા હતા, તેમ જ ગરીબ અને અનાથ વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે એ માટે એમને પણ મદદ આપતા અથવા અપાવતા હતા. આ બધું તેઓ પોતાના આનંદની ખાતર અને કર્તવ્યબુદ્ધિથી જ કરતા હતા.
વધુ ઉચ્ચ સ્થાનમાં જવારૂપ સમાધિ-મરણ મેળવવા માટે આખું જીવન ન્યાય-નીતિ અને સદાચારના ધર્મમાન્ય માર્ગે વિતાવવાની જરૂર હોય છે. શ્રી નાગોરીજીએ જીવનની જે જાગૃતિપૂર્વક ૯૧ વર્ષે પરલોક પ્રયાણ કર્યું તેની વિગતો જાણતાં લાગે છે કે તેઓ પંડિતમરણ કે સમાધિમરણના અધિકારી બનીને પરલોક સિધાવ્યા હતા. આવું ઉત્તમ મરણ વિરલા જ પામે છે.
(તા. ૮-૧-૧૯૭૭)
(૮) ધર્મપુરુષ શ્રી ઉમેદચંદભાઈ બરોડિયા
મુંબઈના જાહેરજીવનમાં ઓતપ્રોત બનીને અને ત્યાંની ધાર્મિક, સામાજિક અને શિક્ષણનું કામ કરતી સંખ્યાબંધ સંસ્થાઓમાં નિષ્ઠા-એકાગ્રતા-દક્ષતાભરી કામગીરી બજાવીને સ્વ. શ્રી ઉમેદચંદભાઈ દોલતચંદ બરોડિયા જૈનસમાજની જે સેવા કરી ગયા, એને લીધે તેઓ આ યુગના જૈન ઇતિહાસમાં સદા સ્મરણીય બની રહેશે. એમની કાર્યનિષ્ઠા, દિલની સચ્ચાઈ અને કાર્યશક્તિ એવી હતી કે નાની કે મોટી જે કોઈ જવાબદારી એમણે સ્વીકારી એને પૂરેપૂરી સફળ કરી બતાવી – પછી એ જવાબદારી એક શિક્ષક તરીકેની હોય, શેરબજારના મદદનીશ મંત્રી તરીકેની હોય, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા, જૈન યુવક સંઘ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, વિલેપાર્લેનું ગુજરાતી મંડળ કે એવી જાહેર સેવાસંસ્થાના સભ્ય તરીકેની કે “તરુણ જૈન”, “કૉન્ફરન્સ હેરલ્ડ' જેવાં સામયિકોના મંત્રી તરીકેની હોય. એમને મન આ કાર્ય નાનું અને આ મોટું એવો કોઈ ભેદ ન હતો; જે કોઈ કામ આવી પડે કે પોતે સ્વીકારે એમાં પૂરા ઓતપ્રોત થઈને એને પૂરું કરવું એ જ એમની દૃષ્ટિ રહેતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org