________________
૧૪
સમાજસેવકો
(૧) કૉન્ફરન્સના પિતા શ્રી ગુલાબચંદજી ટટ્ટા
સમાજસેવાના આદર્શને વરેલી આપણી એકમાત્ર સંસ્થા એવી કૉન્ફરન્સના પિતા તરીકેનું ગૌરવવંતું બિરુદ ધરાવનાર શ્રીમાન ગુલાબચંદજી ઢઢાના સ્વર્ગવાસની નોંધ લેતાં આ નરરત્નની સેવાઓની અનેક સ્મૃતિઓ અંતરમાં ઊભરાય છે.
જ્યારે સુધારાનું નામ લેવું કે સુધારક કહેરાવવું એ જોખમ ખેડવા જેવું લેખાતું, તે કાળે શ્રીમાન ઢઢાજી એક સુધારક તરીકે આગળ આવ્યા હતા, અને તે પણ મારવાડ જેવા પછાત ગણાતા પ્રદેશમાંથી ! શ્રી ઢઢાજીમાં સમયને પારખવાની કેટલી શક્તિ હતી એ બીના તો કૉન્ફરન્સ જેવી સમાજસુધારાને વરેલી સંસ્થાની તેઓએ કરેલી સ્થાપના ઉપરથી જ સમજી શકાય છે. આવી સંસ્થાની સ્થાપના કરવાની જરૂરિયાત એક મારવાડના નરરત્નને જ સમજાઈ એ પણ ધ્યાન ખેંચે એવી વાત છે. આ દૃષ્ટિએ શ્રીમાન ઢઢાજીના વ્યક્તિત્વનો વિચાર કરતાં એક ભવ્ય અને દીર્ધદષ્ટિસંપન્ન પુરુષનાં આપણને દર્શન લાધે છે. જે સંસ્થાની તેઓએ સ્થાપના કરી હતી તે સંસ્થા અનેક અટપટા સંજોગોમાંથી પસાર થતી-થતી, નબળી-સબળી પણ હજુ થોડાક વખત પહેલાં જ પોતાનાં ૫૦ વર્ષ પૂરાં થયાનો સુવર્ણ-મહોત્સવ ઊજવી શકી, અને એ ઉત્સવ ઢઢાજી પોતાની નજરે નિહાળી શક્યા એ બીના તેઓશ્રી અને સમાજ બંને માટે ભારે સંતોષ અને આનંદની લેખી શકાય. આ કાળે જૈન સમાજે પોતાના આ વયોવૃદ્ધ અને અનુભવવૃદ્ધ સેવકનું બહુમાન કર્યું તે પણ ઉચિત જ થયું.
શ્રી ઢઢાજીનો રાહ એ એક સુધારકનો રાહ હતો; ને જે કાળે તેઓ એ રાહના મુસાફર બન્યા ત્યારે તો એ અનેક કાંટા-કાંકરાઓથી ભરેલો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org