________________
પ૩૦
અમૃત-સમીપે છીએ. પણ આ નિષ્ફળતાનું ખરું કારણ સુધારા-વિરોધીઓની સુધારાનો વિરોધ કરવાની શક્તિ નહીં, પણ સુધારકોની પોતાની કર્તવ્યનિષ્ઠાની કચાશ જ હોય છે. સુધારકો વિચારો તો ઘણા કરે છે, પણ એ વિચારોને સફળ કરવા માટે તેઓ તૈયાર નથી હોતા. પોતાના વિચારોનું જતન કરવા માટે ધનનો ત્યાગ કરવામાં જુનવાણી મહાનુભાવો સુધારકોને ટપી જાય છે એ એક હકીકત છે. પણ શ્રી મણિભાઈની એ જ મહત્તા હતી કે જે કામ તેઓને સારું લાગ્યું તેને માટે ધનનો ત્યાગ કરવામાં તેઓએ કદી પાછી પાની કરી નહોતી.
સેવાનાં ક્ષેત્રોમાં પોતાની શક્તિઓ વાપરીને શ્રી મણિભાઈ આરામના સાચા અધિકારી બનીને ચાલતા થયા. એમની નિ:સ્વાર્થ અને નિર્ભેળ સેવા પ્રવૃત્તિઓને આપણી રાહબર બનાવીએ એ જ એમને સાચી અંજલિ.
(તા. ૨-૮-૧૯૫ર અને તા. ૫-૪-૧૯૫૨ની નોંધોનું સંકલન)
(૪) કાર્યનિષ્ઠ શેઠ શ્રી આનંદરાજ સુરાણા
વ્યક્તિ પોતે શક્તિશાળી હોય, એનામાં સેવાભાવનાનું હીર પ્રગટ્યું હોય અને પરમાર્થને જ સાચો સ્વાર્થ માનવાની પારદર્શી ભવ્ય સમજણ એને લાધી હોય, ત્યારે એનું સમગ્ર જીવન, એનો બધો વ્યવહાર જ પલટાઈ જાય છે. એવી વ્યક્તિ સામાન્ય વ્યક્તિ મટીને સમષ્ટિની બહુમૂલ્ય સંપત્તિ બની જાય છે; અને કયારેક તો એક ચાલતી-ફરતી જંગમ સેવા સંસ્થાનું જ ગૌરવ પ્રાપ્ત કરી લે છે. ધીમેધીમે એનો સ્નેહસંબંધ વધુ મોટા વર્તુળ સાથે બંધાતો જાય છે; એમાં જ એને જીવનની કૃતાર્થતાનો દિવ્ય અનુભવ થાય છે.
સ્થાનકવાસી જૈનસંઘના વયોવૃદ્ધ આગેવાન સ્વનામધન્ય શેઠશ્રી આનંદરાજજી સુરાણા આવા જ એક સમાજની મૂડી રૂપ કે નાની-સરખી જંગમ સેવા સંસ્થા સમા કાર્યકર છે. સારા કામના સદા સામે ચાલીને હોંશે-હોંશે સાથી થવું અને નઠારાં કામોથી સદા સો કોસ દૂર રહેવું એમની સહજ પ્રકૃતિ છે. તેમના માટે વગર અતિશયોક્તિએ એમ કહી શકાય કે દિવસમાં એકાદ પણ સારું કામ કર્યાનો સંતોષ કે આનંદ ન મળે તો એમને સુખપૂર્વક ભોજન કરવાનું ન સૂઝે.
એમની સેવાપ્રવૃત્તિનું ક્ષેત્ર પણ કંઈ સાંકડું નથી. ધર્મસેવાની જેમ જ સમાજસેવા પ્રત્યે પણ એમને પૂરેપૂરી પ્રીતિ છે. ધાર્મિક-સામાજિક દૃષ્ટિએ એમનું ઘડતર રૂઢિચુસ્ત તરીકે નહીં, પણ પ્રગતિવાંછુ તરીકે થયું હોવાને લીધે સમાજઉત્કર્ષ માટેની નવી-નવી વિચારસરણીને તેઓ હમેશા આવકારતા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org