________________
શ્રી જૂઠાભાઈ સાકરચંદ
૫૨૭
સાથીઓ-સોબતીઓ વિનાનો લગભગ એકાન્ત જેવો રાહ હતો. પણ એ રાહ શ્રી ઢઢાજીના અંતરને જ ગમી ગયો હતો, એટલે એમાં એમને માટે મૂંઝાવાપણું કે પાછા પડવાપણું હતું જ નહીં. પોતાની શક્તિ અને પોતાનાં સાધનો મુજબ એ માર્ગે આગળ વધતા રહ્યા અને એક સુધારાપ્રેમી તરીકે જૈન સમાજમાં ને વિશેષે કરીને મારવાડમાં અનેક સુધારાઓના પુરસ્કર્તા બન્યા. શિક્ષણમાં ખૂબ પછાત ગણાતા મારવાડને માટે તેમના દિલમાં ખાસ સ્થાન હતું, અને એ પ્રદેશનું અજ્ઞાન ઉલેચી ફેંકવા તેઓ હમેશા પુરુષાર્થ કરતા રહેતા. મારવાડની નાની-મોટી અનેક શિક્ષણ-સંસ્થાઓ શ્રી ઢઢાજીની ઓશિંગણ બનેલી છે. તીર્થસેવાના ક્ષેત્રે પણ ઢઢાજીના નામે ઘણી ઉજ્જ્વળ કારકિર્દી નોંધાયેલી છે.
એમ કહી શકાય કે જૈન સમાજના વીસમી સદીના ઇતિહાસના ઘડતરમાં જે મહાનુભાવોનાં નામ મોખરે મૂકી શકાય એવાં છે તેઓમાંના એક શ્રીમાન ઢાજી છે.
આ રીતે સમાજ, ધર્મ અને દેશની અનેકવિધ સેવાઓથી પોતાનું જીવન ધન્ય બનાવી ૮૬ વર્ષની જઈફ ઉમ્મરે જ્યારે તેઓ સ્વર્ગના માર્ગે સંચરતા હોય ત્યારે એ ધન્ય નરને આપણે ભાવભરી વિદાય જ આપવી શોભે.
(તા. ૩-૧-૧૯૫૩)
(૨) સંઘરક્ષક સત્યનિષ્ઠ શેઠશ્રી જૂઠાભાઈ સાકરચંદ
જૈન સમાજના એક પીઢ આગેવાન, ભાવનગરના એક સુપ્રતિષ્ઠિત નાગરિક અને ભાવનગર શ્રીસંઘના એક સમર્થ સુકાની શેઠશ્રી જૂઠાભાઈ સાકરચંદ વહોરાનું ૮૪ વર્ષે અવસાન થયું છે તેની નોંધ લેતાં અમે દુઃખ અને શોકની લાગણી અનુભવીએ છીએ.
શેઠશ્રી ઠીકઠીક વયોવૃદ્ધ હતા અને છેલ્લા કેટલાક વખતથી એમની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી. આમ છતાં એમનું વ્યક્તિત્વ ઓજસવાળું હતું, અને ભાવનગર સંઘને એમની એવી હૂંફ હતી કે આટલી પાકટ વયે પણ એમની ગેરહાજરી સંઘને વરતાયા વગર રહેશે નહીં.
હિંદુસ્તાનના જૈનસંઘોમાં ભાવનગર-સંઘનું કામકાજ અને બંધારણ નમૂનેદાર રહ્યાં છે. એકતાને જાળવવામાં એ સંઘ હમેશાં મોખરે રહ્યો છે એ એના પીઢ, શાણા અને સાચી લાગણી ધરાવતા આગેવાનોને આભારી છે. ભાવનગર શ્રીસંઘનું એ સદ્ભાગ્ય લેખાવું જોઈએ કે એને, ઇંગ્લેન્ડના રાજકારણની જેમ, સદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org