________________
૫૧૮
અમૃત-સમીપે
વળાદ ગામ એમનું મૂળ વતન. એમના પિતાનું નામ ખીમચંદ પીતાંબરદાસ. તેઓ ખૂબ ધર્મપરાયણ અને સંસ્કારી સજ્જન હતા. બાર વ્રતોનો સ્વીકાર કરીને એમણે પોતાના જીવનને ધર્મભાવનાથી સુવાસિત બનાવ્યું હતું. ઉપરાંત ધર્મતત્ત્વોને સમજવાની એમની જિજ્ઞાસા પણ ઉત્કટ હતી. એમણે ‘જૈનમાર્ગ-દીપિકા' અને ‘જૈન-તત્ત્વસંગ્રહ' જેવાં પુસ્તકો લખીને પ્રકાશિત કર્યાં હતાં, તેમ જ ‘શ્રી અજિતનાથ-પંચકલ્યાણક પૂજા' જેવી કાવ્યકૃતિની પણ રચના કરી હતી. આવા ધર્મસંસ્કારી પિતાના શ્રી ફૂલચંદભાઈ એકના એક પુત્ર હતા; પિતાની ધાર્મિકતાનો વારસો એમને સહજ રીતે મળ્યો હતો. શ્રી ફૂલચંદભાઈનો જન્મ વિ. સં. ૧૯૪૩ના ભાદરવા વદિ પાંચમને દિવસે વળાદમાં થયો હતો.
એક દિવસની વાત છે. ઘરમાં એક કુહાડી તો હતી, પણ કોણ જાણે શો વિચાર આવ્યો તે ફૂલચંદભાઈ બીજી નવી કુહાડી લઈ આવ્યા. શ્રી ખીમચંદભાઈને થયું કે આ બરાબર ન થયું. પણ એમણે પોતાના પુત્રને કંઈ ન કહ્યું; માત્ર જૂની કુહાડી લઈને તેઓ બહાર ચાલ્યા ગયા. ફૂલચંદભાઈને ભારે નવાઈ લાગી. એમણે આમ કરવાનું કારણ પૂછ્યું તો ખીમચંદભાઈએ કહ્યું કે, “ભાઈ, ઘરમાં એક કુહાડી શું ઓછી હતી કે એનાથી શું ઓછાં કર્મ બંધાતાં હતાં કે તું બીજી લઈ આવ્યો ? આવા પાપનાં પોટલાં બાંધીને આપણે કયા ભવે છૂટીશું ?” ફૂલંચદભાઈને તે દિવસે પાપરહિત જીવન જીવવાનો જાણે જીવંત બોધપાઠ મળી ગયો; જીવનમાં સત્કાર્યો થાય તો ભલે, પણ દુષ્કર્મની કુહાડીના હાથા તો કદી ન જ બનવું.
શ્રી ફૂલચંદભાઈ હતા તો વણિફ જ્ઞાતિના, પણ એમનું મન ધન રળવાના વેપાર તરફ ન વધ્યું; અને તેઓ પ્રભુભક્તિના માર્ગે વળી ગયા ! તેમણે ધર્મતત્ત્વનો બને તેટલો અભ્યાસ કર્યો; નાનાંમોટાં ધર્મકાર્યોનાં વિધિવિધાનોનો તો એમણે ખૂબ ખંત અને ચીવટથી અભ્યાસ કર્યો, અને થોડા વખતમાં જ તેઓ યશસ્વી અને નિષ્ણાત વિધિકાર તરીકેની કીર્તિને વરી ગયા.
ધાર્મિક વિધિવિધાનો ઉપરાંત, એની સાથે એક યા બીજી રીતે સંકળાયેલ શિલ્પશાસ્ત્ર, શકુનશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના પણ તેઓ ઊંડા જાણકાર હતા. પણ પોતાના જ્ઞાનનું એમણે કદી પણ ગુમાન સેવ્યું ન હતું કે એનો ઉપયોગ ક્લેશવર્ધક શાસ્ત્રાર્થ માટે કે વિતંડાવાદ માટે કર્યો ન હતો.
ક્યારેક પોતાની સાચી કે શાસ્ત્રસિદ્ધ વાત પણ મારી જતી લાગે, તો એવા પ્રસંગે પણ અકળાઈ જવાને બદલે કે ગુસ્સો કરવાને બદલે તેઓ ધીરજ અને શાંતિથી કામ લેતા, અને બહુ જ વિવેક અને નમ્રતાપૂર્વક છતાં મક્કમ રીતે પોતાની વાત સમજાવવાનો સફળ પ્રયત્ન કરતા. કોઈ પણ પ્રસંગે પોતાને નિમિત્તે કે ધર્મને નામે કોઈ પણ સ્થાનમાં ક્લેશ કે દ્વેષ ન જાગે એની તેઓ હંમેશાં પૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org