________________
૫૧૭
અમૃત-સમીપે
ચાલીસ વર્ષ જેવી નાની ઉંમરે આ ધર્મપ્રેમી દંપતીએ ચતુર્થ (બ્રહ્મચર્ય) વ્રત જેવું આકરું વ્રત સ્વીકાર્યું તે એમની ધર્મભાવના અને તપ પ્રત્યેની પ્રીતિનું પરિણામ જ લેખી શકાય.
આવું તપ અને આવી ધર્મપરાયણતા હોવા છતાં ઠાલી ઉદાસીનતા ટાળી હંમેશાં આનંદી રહે છે એ એમની ન ભુલાય એવી વિશેષતા છે.
અને આ બધા સાથે પ્રામાણિકતા પણ એમણે ભારોભાર જાળવી છે; શેઠની નોકરી કરવામાં તપ કે ધર્મને બહાને એ કદી આળસ કરતા નથી કે કચાશ આવવા દેતા નથી – રૂપિયો લઈને સવા રૂપિયા જેટલું કામ કરે ત્યારે જ એમને જંપ વળે છે. એમ કરવામાં તેઓ ભૂખ, ઊંઘ, આરામ કે થાકનો વિચાર સુધ્ધાં કરતા નથી. આવી જાગૃતિ સાચે જ વિરલ ગણાય.
નવ જણાનું મોટું કુટુંબ, મર્યાદિત આવક, વધતી જતી મોંઘવારી; એમાં વળી કુટુંબના વ્યવહાર અને સંતાનોના શિક્ષણ ઉપરાંત લગ્ન વગેરે અવસ૨ો પણ ઉકેલવાનાઃ એ બધાની વચ્ચે પ્રામાણિકતાના દીપને આ રીતે અખંડ જલતો રાખવો એ કંઈ નાનીસૂની વાત ન ગણાય. મનમાં ધર્મનો સાર વસ્યો હોય તો જ એ શક્ય બને.
એમની ધર્મભાવના અને તપસ્યાનો રંગ એમના આખા કુટુંબને લાગ્યો છે.
સમતાભર્યું તપ એ આત્મસાધનાનો માર્ગ છે, આત્માને તા૨વાનું તીર્થ છે. શ્રી રામચંદ્રભાઈ એવા સાંગોપાંગ તપોમાર્ગના પ્રવાસી બન્યા છે. એમનું જીવન જાણે તપસ્વીઓને કહે છે : તપ કરજો, પણ સમતાને, વિવેકને, નમ્રતાને ન ભૂલશો. અને અહંકાર, આસક્તિ અને ક્રોધને તો પાસે પણ ટૂંકવા ન દેશો; નહીં તો જીતી બાજી હારી બેસશો.
ધન્ય તપસ્વી
નાનો પણ રાઈનો દાણો !
(૬) ધર્મક્રિયાપ્રેમી શ્રી ફૂલચંદભાઈ ખીમચંદ શાહ
“ભાઈ, આ તો મારા પરમાત્માનું કામ ; એવા પવિત્ર કામ માટે નહીં જાઉં તો પછી મારું જીવ્યું શા કામનું ? તમે કોઈ મને ના ન પાડશો ! સારા કામમાં અંતરાય ન નાખશો !”
Jain Education International
(તા. ૩૧-૩-૧૯૬૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org