________________
૪૩૧
શ્રી મેઘજીભાઈ સોજપાળ સંસ્કારોનું સિંચન થાય એ માટે એમના મનમાં ખાસ ચિંતા રહેતી; અને એ માટે તેઓ ઉદારતાપૂર્વક સહાય આપતા. સને ૧૯૩૦માં એમણે જૈનધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસને પ્રોત્સાહન આપીને વિદ્વાનો તૈયાર કરવા માટે, ૧૦ વર્ષની યોજના કરીને, ત્રીસ હજાર રૂપિયા જેવી મોટી રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપી હતી. જેને ઍજ્યુકેશન બોર્ડની ધાર્મિક ઇનામી પરીક્ષા માટે પણ એમણે સારી મદદ આપી હતી; એટલું જ નહીં, બેએક દાયકા જેટલા લાંબા સમય સુધી બોર્ડનું પ્રમુખપદ પણ એમણે સંભાળ્યું હતું. ઉપરાંત, કચ્છ-મેરાઉની શ્રી આર્યરક્ષિત તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠના પણ તેઓ પ્રમુખ હતા. કચ્છમાં વલભીપુર કટારિયા તીર્થની શ્રી વર્ધમાન જૈન બોર્ડિગની સ્થાપના અને એના સંચાલનમાં પણ એમણે ઘણી સેવાઓ આપી હતી. કચ્છ-લાયજામાં જૈન ધર્મશાળા, કન્યાશાળા તથા આંબેલખાતા માટે એમણે ઘણી જહેમત ઉઠાવી હતી, અને ૧૯૨૫માં ત્યાં પોતાના ભાઈઓ અને બનેવી કુરપાળ પુનશીના સહકારથી સોજપાળ-કાયા દવાખાનાની સ્થાપના કરી હતી. કચ્છમાં દુમરા બાળાશ્રમને પણ એમણે સારી સહાયતા આપી હતી.
ધર્મપાલન અને ધાર્મિક શિક્ષણની જેમ સમાજસેવાની પણ શ્રી મેઘજીભાઈમાં એવી જ તમન્ના હતી, અને સમાજની ઉન્નતિ માટે તેઓ નવીન અને સુધારક વિચારસરણીને આવકારતા હતા. જાણે પોતાના જીવનમાં ધંધો અને સેવાની સમતુલા સાચવવા ચાહતા હોય એમ એમણે સને ૧૯૩૮માં પ૩ વર્ષની વયે, પોતાની કંપનીમાંથી નિવૃત્તિ લીધી હતી, અને બધો સમય સેવાના કાર્યમાં આપવા લાગ્યાં.
સને ૧૯૪૪માં એમના પ્રમુખપદે મુંબઈમાં મળેલ કોન્ફરન્સનું સોળમું અધિવેશન પણ, એમના મોટા ભાઈ શ્રી રવજીભાઈના પ્રમુખપદે જુન્નરમાં મળેલ તેરમા અધિવેશનની જેમ, યાદગાર અને રૂઢિચુસ્તોને પાછા પાડનારું બન્યું હતું. આ અધિવેશનનું સંચાલન શ્રી મેઘજીભાઈએ જે હિંમત, કુનેહ અને મક્કમતાથી કર્યું હતું તે પ્રેરક અને માર્ગદર્શક બની રહે એવું હતું. કૉન્ફરન્સ સાથે તેઓ વર્ષો સુધી સંકળાયેલા હતા.
એ જ રીતે તેઓ મહાવીર જૈન વિદ્યાલયના પેટ્રન હતા અને મુંબઈ જીવદયા-મંડળીના પણ પેટ્રન, ૧૧ વર્ષ સુધી પ્રમુખ અને પાંચ વર્ષ સુધી ટ્રસ્ટી હતા. મુંબઈ-પરેલ લાલવાડી જૈનસંઘ દેરાસર અને આંબેલખાતાના પણ તેઓ ટ્રસ્ટી હતા. એમણે પોતાનાં ધર્મપત્નીના નામે શ્રીમતી હીમઈબાઈ મેઘજી સોજપાળ ચેરિટી ટ્રસ્ટની સ્થાપના કરી હતી. લાલબાગના સેવામંડળના દવાખાનાને પણ એમની સેવાઓનો લાભ મળતો રહેતો હતો.
શ્રી મેઘજીભાઈના ધર્મમય અને સેવાપરાયણ જીવનની યશકલગી રૂપ કાર્ય છે કચ્છ-માંડવીનો જૈન આશ્રમ. તેમની કરુણા-પરાયણતાને લીધે સને ૧૯૪૮માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org