________________
૪૪૮
અમૃત-સમીપે છે. તેથી સમાજના આગેવાનો આ બાબતમાં સચિત અને સક્રિય બને એ ખાસ જરૂરી છે. નવી પેઢીના સંસ્કાર ઘડતરનું આ કામ તરત હાથ ધરવા જેવું છે.
(તા. ૧૪-૭-૧૯૭૩)
(૧૭) વિધાપ્રેમી, સુધારવાંછુ, ઉદારચિત્ત શ્રી લાલચંદજી શેઠી
આપણા દેશના એક જાણીતા ઉદ્યોગપતિ, દિગંબર-સમાજના એક પ્રતિષ્ઠિત અને પ્રગતિવાંછુ આગેવાન અને બધા ય જૈન ફિરકાઓના સંપ અને સમન્વયના પ્રખર સમર્થક શેઠ શ્રી લાલચંદજી શેઠીનો ઇન્દોરમાં, હૃદયરોગના હુમલાથી ૭ર વર્ષની વયે, તા. ૧૭-૪-૧૯૬૫ના રોજ સ્વર્ગવાસ થતાં દેશને એક કાબેલ ઉદ્યોગપતિની અને જૈનસંઘને એક શાણા, દીર્ઘદૃષ્ટિસંપન્ન અને ઉદાર દૃષ્ટિ ધરાવતા સુધારા પ્રેમી ભાવનાશીલ આગેવાનની ખોટ પડી છે.
મધ્ય પ્રદેશમાં (માળવામાં) ઝાલરાપાટણ એમનું મૂળ વતન. પછી તેઓ ઉજ્જૈન આવ્યા અને છેવટે ઇંદોરમાં સ્થિર થયા. એમનું વ્યક્તિત્વ તેમ જ કાર્યક્ષેત્ર ઉત્તરોત્તર વિકસતું રહ્યું હતું. સાંપ્રદાયિક કટ્ટરતા તરફ એમને અણગમો હતો, અને વિચારોના બંધિયારપણાથી એમનો આત્મા અકળાઈ ઊઠતો. તેથી જ પ્રગતિશીલતા તરફ એમને ભારે અનુરાગ હતો; તેથી શિક્ષણ અને સાહિત્ય તો જાણે એમને પ્રાણસમાં પ્યારાં હતાં. શિક્ષણ અને સાહિત્યની સંખ્યાબંધ સંસ્થાઓને પ્રોત્સાહન અને મોકળે મને દાન આપ્યું હતું. સમાજસેવાને ક્ષેત્રે તો તેઓ દાનશૂર લેખાય એટલી મોટી એમની સખાવતો છે; અને વિદ્યાર્થીઓને અને બીજાઓને ગુપ્તદાન આપવામાં પણ એ ક્યારેય પાછા નહોતા પડતા. ઉદારતા, સૌમ્યતા અને સ્પષ્ટવાદિતાના ગુણોનો એમનામાં સુંદર સમન્વય થયો હતો.
આવા મોટા ઉદ્યોગપતિ વેપાર-ઉદ્યોગક્ષેત્રે સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય એમાં તો કંઈ નવાઈ નથી; પણ સમાજના સંસ્કાર-ઘડતર માટે એમણે શિક્ષણ અને સાહિત્યની કેટલીય સંસ્થાઓને આત્મીય ભાવે જે સલાહસૂચન અને સહાય આપ્યાં છે, એ દાખલારૂપ તેમ જ એમના જીવનની ઉજ્વળ યશોગાથારૂપ બની રહે એવાં છે. અંગ્રેજ સરકારે “રાયબહાદુર', ભૂતપૂર્વ ગ્વાલિયર રાજ્ય “તાજિરુભુલ્ક” (મુલ્કનો વેપારી) અને માળવાના ઝાલાવાડ રાજ્ય વાણિજ્યવિભૂષણ' ઇલ્કાબ આપીને એમનું બહુમાન કર્યું હતું.
જૈનોના બધા ય ફિરકાઓનું સંગઠન સધાય એ માટે એમની ભાવના કેટલી ઉત્કટ હતી તે એટલા ઉપરથી પણ સમજી શકાય એમ છે કે હજી ગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org