________________
ડૉ. રાધાકૃષ્ણનું
૪૯૭ ત્યાંની વિદ્યાસભા શ્રી બળવંતભાઈની વિદ્યા અને કળા માટેની પ્રીતિની સાખ પૂરે એવી સંસ્થાઓ છે. તેમનું હાડ એક સમાજ-સુધારકનું હતું, એટલે નવા વિચારોનો તેઓ સારી રીતે પુરસ્કાર કરી શકતા. સાદાઈ, સરળતા અને નમ્રતા તો એમના અણુએ અણુમાં ભરી હતી. આરામ અને સુખશીલતા તજીને કેવળ કાર્ય કરવામાં જ તેઓ રાચતા. જેવું એમનું મન સુદઢ હતું એવું જ એમનું શરીર સશક્ત હતું. સાદા ભોજન અને સાદા, નિયમિત, કાર્યરત જીવન દ્વારા સ્વાચ્ય અને શક્તિને ટકાવી રાખવાની કળા એમણે હસ્તગત કરી જાણી હતી.
જૈનસમાજ સાથેના એમના સંબંધો બહુ જ મીઠા અને હાર્દિક હતા. તેઓ પંડિત લાલનના અને જૈન મુનિઓનાં વ્યાખ્યાનો બહુ રસથી સાંભળતા; એટલું જ નહીં, ભાવનગરની જૈન સાહિત્યની સંસ્થાઓ માટે તેઓ એક શાણા સલાહકાર પણ હતા; એની પ્રગતિની પણ તેઓ ચિંતા સેવતા રહેતા.
આવી સૌરભભરી કારકિર્દી સાથે તેઓ, જે મકાનમાંથી એમની સામે કેસ ચલાવીને એમને સજા કરવામાં આવી હતી, એ અમદાવાદના શાહીબાગના સેવાસદન'માં પૂરાં બે વર્ષ સુધી ગુજરાત રાજ્યના મુખ્ય શિલ્પી તરીકેની ભાવનાભરી કામગીરી બજાવતા રહ્યા, અને એ ભાવનાના ભાતા સાથે જ, દુશમનના આક્રમણનો ભોગ બનીને, તેઓ એમનાં અર્ધાગિની શ્રીમતી સરોજબહેનની સાથે, સદાયને માટે વિદાય થયા.
(તા. ૨૫-૯-૧૯૭૫)
(૧૨) ભારતની શ્રેષ્ઠતાના પ્રતિનિધિ ડૉ. રાધાકૃષ્ણન
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને ભારતના રાષ્ટ્રપતિપદ જેવા સર્વોચ્ચ રાજકીય અને રાષ્ટ્રીય પદના અધિકારી બનીને એ પદનાં શોભા અને ગૌરવ વધાર્યા એ તો એમના શતદળકમળની જેમ વિકસેલા, સમુફ્તળ અને યશસ્વી જીવનનું માત્ર એક પાસું જ કહી શકાય. એવી અનેક પ્રવૃત્તિઓ અને અનેક સફળતાઓથી સભર એમનું જીવન અને કાર્ય હતું. એમ કહી શકાય કે આદર્શ ભારતીયતાનાં તથા ભારતીય સંસ્કૃતિનાં કલ્યાણકારી શ્રેષ્ઠ તત્ત્વો એમના જીવનમાં પ્રગટ થયાં હતાં, અને તેથી તેઓ ભારતના વણકહ્યા અને વણનીમ્યા વિશ્વપ્રતિનિધિ બની શક્યા હતા.
તેઓ જ્યાં-જ્યાં જતા ત્યાં-ત્યાં ભારતની વિદ્યા – ખાસ કરીને ભારતીય તત્ત્વવિદ્યા અને ધર્મચિંતન – ની સમજૂતી એવા વ્યાપક, ઉદાર અને મર્મસ્પર્શી રૂપમાં આપતા કે જેથી ભારતીય સંસ્કૃતિની શાન વધી જતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org