________________
પ૦૮
-
અમૃત-સમીપે આવા ગુણિયલ પુરુષનો ૮૦ વર્ષ પૂરાં થતાં, તા. ૧-૧૧-૧૯૭૨ના રોજ સ્વર્ગવાસ થવાથી તેઓ તો ધન્ય બની ગયા, પણ સાચા માનવીઓની વધતી જતી અછતમાં સમાજ વધુ રંક બન્યો.
(તા. ૨-૧૨-૧૯૭૨)
(૩) જાતના જોખમે જીવો રક્ષનાર ધર્માત્મા
શ્રી હઠીસિંગભાઈ રતનચંદ
જીવોને અભયદાન આપો; તમે અભયના અધિકારી બનશો. જીવોની રક્ષા કરો; તમારો આત્મા સંસારનાં દુઃખ-દર્દોથી સુરક્ષિત બની જશે. અપંગ, દુઃખી, માંદા જીવોની સેવા કરો; પરમાત્મા એને પોતાની સેવા તરીકે મંજૂર રાખી તમને તમારા કલ્યાણનો માર્ગ બતાવશે. જીવદયા એ ખરી રીતે આપદયા – પોતાની જ ભલાઈનો ઉત્તમ માર્ગ છે. અહિંસા, દયા અને કરુણા તો ધરતીનું અમૃત અને સ્વ-પર સર્વનું મંગલ કરનારું શ્રેષ્ઠ રસાયણ છે.
જૈનધર્મે દરેક મોક્ષાર્થીને પોતાની અહિંસાથી સધાતી રક્ષા કીટ-પતંગ જેવાં નાનાં જીવજંતુઓથી આગળ વધીને વનસ્પતિ અને પૃથ્વી-પાણી જેવા સૂક્ષ્મતમ જીવોને પણ મળે અને ઓછામાં ઓછા જીવોની હિંસાથી જીવન-વ્યવહાર નથી શકે એ રીતે રહેણીકરણી રાખવાનો અનુરોધ કર્યો છે. સાથે-સાથે અબોલ, નિર્દોષ, અપંગ, વૃદ્ધ અને માંદાં પશુ-પંખીઓની માવજતનો પણ જૈનધર્મમાં પવિત્ર ધર્મકૃત્યરૂપે આદર કરવામાં આવ્યો છે.
લીંચનિવાસી સ્વનામધન્ય શ્રેષ્ઠી શ્રી હઠીસિંગભાઈ રતનચંદ આવી જીવદયા અને પ્રાણીરક્ષાના પ્રખર હિમાયતી એક ધર્માત્મા પુરુષ હતા; એટલું જ નહીં, એમણે બે પ્રકારે આ ભાવનાને અપનાવીને પોતાના ધર્મ અને જીવનને વિશેષ ચરિતાર્થ કર્યા હતાં : એક તો ઉત્તર ગુજરાતમાંના પોતાના વતન લીંચ ગામમાં એક પાંજરાપોળની સ્થાપના કરાવીને, અને બીજું, જીવરક્ષાના કાર્યમાં આવી પડતા પોતાના જાનના જોખમ સામે પણ અણનમ રહીને તથા એની ઉપેક્ષા કરીને. પ્રાણી રક્ષાની પ્રવૃત્તિને આટલી હદે પોતાના જીવન-કાર્ય (mission) તરીકે સ્વીકારનાર ન્યોછાવરીવાળા પુણ્યપુરુષો ઇતિહાસમાં અને વર્તમાનમાં બહુ વિરલ જોવા મળે છે.
આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજના પ્રશિષ્ય મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી ગણીએ “લીંચ(મહેસાણા)સ્થિત શ્રી આદિનાથ જિનાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org