________________
શ્રી હિમચંદભાઈ કપૂરચંદ શાહ
૪૫૭ એમનું મૂળ વતન ગુજરાતના ચરોતર પ્રદેશમાંનું નાનું-સરખું ગામ ભડકદ. વિદ્યાપીઠના સ્નાતક થયા પછી એમના મનોરથો તો ગામડાંની જનતાની સેવા કરવાના હતા. પણ એક વાર પોતાના ગામડામાં આગ લાગી, એમાં કેટલાક માનવીઓનાં ઘર તારાજ થઈ ગયાં. એ સંકટના નિવારણ માટે એમણે પૈસાની ટહેલ નાખી, પણ એમાં એમને ધારી સફળતા મળી નહીં. જનસેવાના આવા પ્રત્યક્ષ કાર્ય માટે પણ શ્રીમંતો પૈસા આપતા અચકાય છે એ જોઈને એમના અંતરને ઠેસ વાગી, અને એમના જીવનનો રાહ જ બદલાઈ ગયો. મૂંગી જનસેવા કરવી હોય તો ય પૈસા વગર ડગલું પણ ન ભરાય એ વાત એમના મનમાં વસી ગઈ; અને તેઓ અર્થોપાર્જનના માર્ગે વળી ગયા.
શાણપણ, સૂઝ અને પ્રશાંત સાહસિકતા એમનામાં ભરી હતી. બુદ્ધિ કુશાગ્ર હતી અને સ્વીકારેલ જવાબદારીને પૂરી કરીને જ જંપવાનું ખમીર રોમ-રોમમાં ધબકતું હતું. સાથે-સાથે હમદર્દી, દિલાવરી અને દાનપ્રિયતાની પણ કુદરતમાતાએ શ્રી હિમચંદભાઈને બક્ષિસ આપી હતી. આવી-આવી શક્તિઓ અને આવા-આવા ગુણોને લીધે તેઓ એક માનવતાવાદી, રાષ્ટ્રપ્રેમી, સફળ અને આદર્શ ઉદ્યોગપતિ તરીકે યાદગાર બની ગયા. જે-જે ઉદ્યોગને એમણે હાથ ધર્યો એમાં એમની કુનેહ, કાબેલિયત અને કાર્યશક્તિને લીધે, જાણે સફળતા સામે આવીને ઊભી રહી. એક યશસ્વી ઉદ્યોગ-સંચાલક તરીકે એમણે જેમ કંપનીનું હિત સાચવી જાણ્યું, તેમ મજૂરોનું હિત પણ એટલું જ સાચવી જાણ્યું : તેમનામાં રહેલી માનવતા અને વિવેકશીલતાનું જ આ ફળ હતું.
શ્રી હિમચંદભાઈએ દેશના બિનલોહ ધાતુઓના ઉદ્યોગોની સ્થાપનામાં અને એના વિકાસમાં જે ફાળો આપ્યો છે, તે દેશના ઉદ્યોગોના ઇતિહાસમાં યાદગાર અને પ્રેરણારૂપ બની રહે એવો છે. એમણે ખેડેલ ઉદ્યોગોની અને આપેલ સખાવતોની કેટલીક વિગતો અમારા તા. ૧૯-૨-૧૯૭૬ના અંકમાં આપી છે. એમની સખાવતોમાં ગુપ્ત સખાવતોને પણ ઘણું મોટું સ્થાન હતું.
એમનું જીવન જેમ રાષ્ટ્રીયતાની વ્યાપક ભાવનાથી રંગાયેલું હતું, તેમ ધાર્મિકતા પણ એમાં એટલી જ ભરેલી હતી.
સ્વરાજ્ય-પ્રાપ્તિ બાદ એક પ્રસંગે તેઓએ ઉચ્ચારેલા આ શબ્દો એમની કર્તવ્યપરાયણતા અને રાષ્ટ્રકલ્યાણલક્ષી જીવનદૃષ્ટિની સાખ પૂરે એવા છેઃ “અત્યારના સમયમાં દેશનું સૌથી મોટી જરૂરિયાત છે સુવ્યવસ્થિત ચિંતનની, રાષ્ટ્રીય ચારિત્રની ભાવનાની, એકધારા, સખત, બુદ્ધિયુક્ત, પ્રામાણિક અને દક્ષતાપૂર્ણ કાર્યની અને નવેસરથી ઘડવામાં આવેલ નીતિ કે એનો અમલ કરવાની પદ્ધતિને પશ્ચિમની કે આધુનિક કોઈ પણ વિચારસરણીની સાથે સાંકળ્યા વગર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org