________________
અમૃત-સમીપે
સત્ય અને અહિંસાની આ આંતર-સાધનાએ જ તેઓને દક્ષિણ આફ્રિકામાં અન્યાય અને અત્યાચારનો અહિંસક પ્રતિકાર કરવાનો અપૂર્વ માર્ગ બતાવ્યો, અને સત્યાગ્રહ અને અસહકાર જેવા પ્રશાંત છતાં કારગત ઉપાયોનું દર્શન કરાવ્યું.
૪૭૪
સેંકડો વર્ષોથી ઘર કરી ગયેલી અન્યાયી અને એકાંગી સમાજ-રચનાને કારણે પિસાઈ રહેલા અસ્પૃશ્યોના, દલિતોના તેમ જ નારીવર્ગના ઉત્કર્ષને ગાંધીજીના યુગમાં જે મોકળાશ મળી એ પણ અપૂર્વ કહી શકાય એવી છે. એમણે સમાજના સુખી અને ઊજળા વર્ગને હાથે સમાજના દીન-દુઃખી વર્ગનું જે પીડન અને શોષણ થઈ રહ્યું હતું, એમાંથી ઊગરવાનો માર્ગ દર્શાવ્યો એ પણ અહિંસાની એક સિદ્ધિ જ લેખાવી જોઈએ. સત્ય અને અહિંસાનો સાચો ઉપાસક માનવસમાજના કોઈ પણ વર્ગના શોષણ કે પીડનને બરદાસ્ત કરી જ ન શકે.
ગાંધીજીની વિચારસરણી જેટલી વ્યાપક હતી એટલી જ તલસ્પર્શી અને મર્મસ્પર્શી હતી. એમાં માનવસમૂહોના વિકાસને રૂંધતા રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક, સાહિત્યિક અને શૈક્ષણિક એવા દરેક પ્રકારના પ્રશ્નોની વિશદ છણાવટ કરવામાં આવતી અને એમાંથી ઊગરવાના અને પ્રગતિ સાધવાના માર્ગો પણ દર્શાવવામાં આવતા. ગાંધીજીએ ક્યારેય લખવાની ખાતર નથી લખ્યું. છતાં માનવજાતને મૂંઝવતા આવા પાર વગરના પ્રશ્નોને લઈને, તેમ જ સત્ય, અહિંસા, અસહકાર અને સત્યાગ્રહને અનુલક્ષીને જે કંઈ લખ્યું છે તે જેમ વિપુલ છે, તેમ વિવિધ વિષયોને સ્પર્શતું છે. અને કઠણમાં કઠણ વિષયને સુગમમાં સુગમ ભાષા અને સરળ, રસાળ શૈલીમાં રજૂ કરવાની ગાંધીજીની ફાવટ તો ખરેખર વિરલ અને આદર્શ હતી; સાહિત્યની પરિભાષામાં એને ‘ગાંધીશૈલી' કહી શકાય એવી ગુણવત્તા એમાં છે. એને લીધે ગાંધીજી સ્વયં સિદ્ધહસ્ત સાહિત્યકાર બની ગયા અને એમની મોટા ભાગની કૃતિઓની ઉપયોગિતા શાશ્વત બની ગઈ.
રચનાત્મક દૃષ્ટિ એ ગાંધીજીની વિચારસરણીની અસાધારણ વિશેષતા હતી. અમલી ન બની શકે એવા કાલ્પનિક કે વાંઝિયા વિચારનું ગાંધીજીને મન મહત્ત્વ ન હતું. કોઈ પણ વિચાર કે ઉપાયને જાતે અજમાવીને એની શક્યતાઅશક્યતાને તપાસી જોયા પછી જ તેઓ જનતા સમક્ષ મૂકતા. ‘પરોપદેશે પાંડિત્ય' એમને ખપતું જ ન હતું. તેઓને પોતાના કાર્યમાં આટઆટલી સફળતા મળી અને એમની હાકલને ઝીલીને બાળકો, યુવાનો, વૃદ્ધો અને સ્ત્રીઓ સુધ્ધાં લાખોની સંખ્યામાં સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયાં એનું એક કારણ આ પણ છે.
(તા. ૨૨-૧૧-૧૯૬૯)
જો આપણે પિછાણી શકીએ તો બાપુ તો હંમેશને માટે આપણી પડોશમાં જ ઊભા છે એમના પવિત્ર આચરણરૂપે, એમના ઉદાર અહિંસાભર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org