________________
૪૯૦
અમૃત-સમીપે
એમનો સિતારો ચમકતો થયો, અને દેશસેવાના નવા-નવા સીમાસ્તંભો એ સર કરતા ગયા. આને લીધે ધીમે-ધીમે તેઓ કૉંગ્રેસનું એક અગત્યનું અને શક્તિશાળી અંગ બની ગયા, અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તેઓ કૉંગ્રેસની, દેશની, અને વિશેષે કરીને બંગાળની સેવા કરતા રહ્યા.
કોંગ્રેસની ૧૯૨૮ની ઐતિહાસિક બેઠક વખતે તેઓ સ્વાગત-સમિતિના મહામંત્રી હતા અને ૧૯૩૦માં બંગાળ-કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. બે વર્ષ સુધી તેઓ કલકત્તાના નગરપતિ (મેયર) પણ બન્યા હતા. ૧૯૩૦ અને ૧૯૩૨માં એમને જેલવાસ મળ્યો હતો, પણ ૧૯૪૨માં તેઓ જેલવાસથી અળગા રહ્યા હતા; કારણ કે નિષ્ક્રિય અને પ્રવૃત્તિ વગરનું જીવન જીવવું એમને પસંદ ન હતું, અને વાંચવા-લખવામાં જ બધો સમય વિતાવવો એ એમના સ્વભાવમાં ન હતું.
૧૯૩૫-૩૭માં કૉંગ્રેસે પ્રાંતોમાં સત્તા સ્વીકારવાનો નિર્ણય કર્યો, એમાં ડૉ. રૉયનો ભાગ કંઈ નાનોસૂનો ન હતો.
ખોટા બખેડા ઊભા કરીને કામમાં રુકાવટ ઊભી કરવી એ તરફ ડૉ. રૉયને ભારે નારાજી હતી. ક્યાંય પણ મુશ્કેલી ઊભી થઈ હોય, કોઈ બે મુખ્ય નેતાઓ વચ્ચે બેદિલીનો પ્રસંગ ઊભો થયો હોય તો ડૉ. રૉયની સેવાઓ હંમેશાં સાંધણની ગરજ સારતી હતી. પોતાની કુશાગ્ર અને શુભાશયી બુદ્ધિના બળે એમણે આવી અનેક ગૂંચો ઉકેલી હતી, અને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ અને નેહરૂ જેવાનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. સ્વરાજ્ય આવ્યા બાદ તો અનેક મહત્ત્વના નિર્ણયોમાં ડૉ. રૉયની સલાહ અનિવાર્ય બની ગઈ હતી.
દેશના ભાગલા પડ્યા, બંગાળનું વિભાજન થયું; અને પશ્ચિમ બંગાળના માથે જાણે દુઃખનો દાવાનળ ઊતરી પડ્યો – નિર્વાસિતોની તો જાણે લંગાર લાગી ગઈ હતી, અને બંગાળનું રાજકારણ એટલું તો ડામાડોળ બની ગયું હતું કે એને સ્વસ્થ અને સ્થિર કરવાનું કામ લગભગ અશક્ય જેવું બની ગયું હતું. ડૉ. રૉયે આવા અણીના વખતે બંગાળની અને એની દીન-દુઃખી જનતાની જે અવિરત સેવા બજાવી છે, એ કદી ન વીસરી શકાય એવી છે.
સ્વરાજ્ય બાદ ભારતના રાજકારણમાં બે જ વ્યક્તિ આપણને એવી મળી છે કે જેમણે પોતાનું સ્થાન અવિચળપણે આજ સુધી રાજકારણમાં અને પોતાની પ્રજામાં ટકાવી રાખ્યું હોય : કેન્દ્રમાં આપણા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને પશ્ચિમ બંગાળમાં એના મુખ્યપ્રધાન ડૉ. બિધાનચંદ્ર રૉય. છેલ્લાં ૧૪-૧૫ વર્ષના ગાળામાં દરેક પ્રાંત કે પ્રદેશના મુખ્યપ્રધાન બદલાતા રહ્યા છે, જ્યારે ડૉ. રૉય છેક ૧૯૪૮થી તે જિંદગીના અંત સુધી બંગાળના મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહ્યા પૂર્ણ યશસ્વી રીતે તેમ જ પૂરેપૂરી લોકપ્રીતિ પામીને; અને તે પણ
હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org