________________
૪૮૪
અમૃત-સમીપે
ક૨વાની ઉત્કટ તમન્ના વગેરે અનેક ગુણો અને શક્તિઓને કારણે. આની સાથોસાથ શ્રી કામરાજજીની સિદ્ધિઓની ગુરુચાવીરૂપ કહી શકાય એવી ખાસ નોંધપાત્ર અને કલ્યાણપ્રવૃત્તિના સર્વ ચાહકો માટે દાખલારૂપ કહી શકાય એવી બીજી વિશેષતા તે “ઓછામાં ઓછું બોલવું અને વધારેમાં વધારે કામ કરવું” એવી મનોવૃત્તિ. એમ લાગે છે કે જેમ ગરીબોની સેવા એ એમનો જીવનમંત્ર હતો, તેમ “ઓછું બોલો અને કામ વધારે કરો” એ સૂત્ર પણ એમને માટે જીવનમંત્ર જેવું જ મહત્ત્વ ધરાવતું હતું. આવી અલ્પભાષિતા અને વિશિષ્ટ ક્રિયાશીલતાના બળે, ભારતના રાજકારોબારમાં, નવા વડાપ્રધાન નીમવા જેવા અતિ અટપટા અને આંતરિક સંઘર્ષની શક્યતાથી ભરેલા બે-બે પ્રસંગોએ પણ તેઓએ, માત્ર ઇશારાથી જ કહી શકાય એવી સહેલાઈથી, પોતાનો નિર્ણાયક મત આપ્યો હતો, અને પોતાના કૉંગ્રેસ પક્ષને એ મતનો સ્વીકાર કરવાની ફરજ પડે એવી ઠંડી તાકાત દાખવી હતી. દેશના અને વિદેશના રાજકારણના વ્યાપક ક્ષેત્રમાં પણ આવા દાખલા મળવા મુશ્કેલ છે.
સેવા કરવામાં પણ સત્તાની ઉપયોગિતા રહેલી છે અને સત્તાનો સાચી દિશામાં ઉપયોગ કરવામાં આવે તો વધારે સારી રીતે સેવા થઈ શકે છે એ વાત શ્રી કામરાજજી બરાબર સમજતા હતા. છતાં ગરીબોની સેવા કરવાનો આજીવન ટકેલો ઉત્સાહ પણ એમનામાં સત્તાની લાલસા જન્માવી શક્યો ન હતો એ હકીકત તેઓ સત્તાના મોહક અને ઘણી વાર તો સારાસારનો વિવેક પણ ભુલાવી દે એવા આકર્ષણથી કેટલા બધા અલિપ્ત અને સાવધ હતા એનું સૂચન કરે છે. સત્તાની મહત્તા અને એના અતિરેકમાં રહેલ નીતિભ્રષ્ટતા એ બંને વચ્ચેની ભેદરેખા તેઓ બરાબર સમજતા હતા, અને સેવા અને સત્તા વચ્ચે સમતુલા જળવાઈ રહે એ માટે સતત જાગૃત રહેતા હતા.
જીવનની પહેલી વીસી વટાવી-ન વટાવી એટલામાં તો, સાવ ઊછરતી યુવાન ઉંમરે, રાષ્ટ્રમુક્તિનો ગાંધીજીનો મંત્ર અને એ માટે એમણે આપેલ અહિંસક
લડતનો આદેશ શ્રી કામરાજજીના અંતરને વશ કરી ગયો ! ગાંધીજીના જીવન અને કાર્યની છાપ શ્રી કામરાજજી ઉપર એવી ઊંડી પડી કે એમના જીવનની દિશા ધરમૂળથી પલટાઈ ગઈ, અને તેઓ રાષ્ટ્રમુક્તિની લડતના એક અદના સૈનિક બનવામાં ધન્યતા અનુભવી રહ્યા. આમ, ગાંધીજીના સેનાપતિપદે રાષ્ટ્રીયતાના રંગે રંગાવાની શુભ શરૂઆત થયા પછી, સમયના વહેવા સાથે, એ રંગ એવો તો ઘેરો બનતો ગયો કે એને લીધે તેઓ પોતાના સંસાર-વ્યવહારને પણ વીસરી ગયા, અને સાવ સ્વાભાવિક રીતે આજીવન બ્રહ્મચર્યવ્રતના ઉપાસક બની ગયા. શ્રી કામરાજજીનું જીવન એ વાતની સાક્ષી પૂરે છે કે સત્તાલોલુપતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org