________________
૪૮૫
દરબાર શ્રી ગોપાળદાસ સ્વાર્થપરાયણતાના અતિરેકને લીધે ખૂબ ડહોળાઈ અને કથળી ગયેલ દેશના રાજકારણ વચ્ચે પણ, જળકમળ જેવું નિર્મળ અને ગાંધીજીના અનુયાયીને શોભે એવું નમૂનેદાર જીવન જીવી શકાય છે.
આવી જીવનસ્પર્શી સાદગીના ઉપાસક કામરાજજીએ ઘણી વાર આપણા દેશના રાજકારણમાં અકળ કે ગૂઢ કોયડારૂપ રાજદ્વારી પુરુષ તરીકે પણ ભાગ ભજવેલ હોવાથી કેટલીક વાર એમના મનને તેમ જ કથનને સમજવાનું મુશ્કેલ બની જતું હતું. બધી વાતોને વધારે પડતા ખુલ્લા રૂપમાં રજૂ કરી દેવાની, લોકશાહીના નામે વિકસેલી રીતરસમોને લીધે, કાચું કાપ્યાની જેમ આપણે અનેક વાર જે નુકસાન ઉઠાવ્યું છે એ દૃષ્ટિએ વિચારતાં શ્રી કામરાજજીની આ ખાસિયત એમની ખામીરૂપ નહીં, પણ એક અનુકરણીય ખૂબીરૂપ જ લેખાવી જોઈએ.
ગાંધીજયંતીના અને શાસ્ત્રી-જયંતીના) પર્વદિને મહાયાત્રાએ સિધાવેલા ગાંધીજીના અનુયાયી શ્રી કામરાજજીને આપણા અંતરના પ્રણામ !
(તા. ૧૧-૧૦-૧૯૭૫)
(૮) ત્યાગમૂર્તિ નરવીર ઃ દરબાર શ્રી ગોપાળદાસ
દરબાર શ્રી ગોપાળદાસનું અવસાન થતાં સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી એક અનુભવી, પીઢ અને કાર્યકુશળ નરવીર ચાલ્યો ગયો છે. બસો કરતાં ય વધુ રજવાડાંઓમાં વેરવિખેર બનેલી સોરઠની ધરતીના નિસ્તેજ માનવીઓમાં પ્રાણ પૂરનાર ધન્ય નરોમાં શ્રી દરબારસાહેબ શિરોમણિ હતા. પોતાની મનગમતી સ્વતંત્રતાની આગળ એમને રાજપાટની કે વૈભવ-વિલાસની સામગ્રીની કશી દરકાર ન હતી. રાજપાટનો ત્યાગ કરીને દેશની આઝાદીના સંગ્રામના મોરચે આવી ઊભેલા દરબારસાહેબ એકલી સોરઠની ધરતીના એક સામાન્ય રાજવી મટીને આખા ગુજરાતના એક મુરબ્બી તરીકેનું માનભર્યું સ્થાન પામી ચૂક્યા હતા. આવું ત્યાગ અને બલિદાનપરાયણ યશસ્વી જીવન જીવીને ૧૪ વર્ષની ઉમ્મરે સ્વર્ગના માર્ગે સંચરતા દરબારસાહેબ પોતે તો ધન્ય બની ગયા, પણ સોરઠની ધરતીને એક કસાયેલા કાર્યકરની ભારે ખોટ પડી.
(તા. ૧૫-૧૨-૧૯૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org