________________
શ્રી લાલબહાદુર શાસ્ત્રી
૪૧ પાછળ કોઈ પણ પ્રકારનાં ધાર્મિક વિધિવિધાનો કરશો નહીં, મને એમાં આસ્થા નથી.
જો આપણે ગુણગ્રાહક દૃષ્ટિએ અને જૈનધર્મની મૂળ બુદ્ધિએ વિચારવા તૈયાર હોઈએ તો શ્રી જવાહરે દર્શાવેલ મરણ પછીનાં ધાર્મિક વિધિવિધાનો પ્રત્યેની અનાસ્થા આપણને તેમ જ ઇતર સમાજને ઘણી-ઘણી પ્રેરણા આપે એવી છે.
અને આ રીતે પોતાની વાત સ્પષ્ટરૂપે રજૂ કરવા છતાં જવાહર પોતાની જાતને ભારતીય સંસ્કૃતિની ગૌરવશાળી અખંડ શૃંખલામાંથી જુદી પાડતા નથી, પણ એના જ એક અંકોડારૂપ લેખે છે. એ જ એમની સંસ્કારિતા, સમન્વયશીલ દીર્ઘદૃષ્ટિ અને મહાનુભાવતાની શાખ પૂરે છે.
અને આ વસિયતનામામાં એક વાતનો નિર્દેશ નથી, છતાં એ વાતનો અમલ પણ એમનાં અસ્થિ ગંગામૈયાના ખોળે પધરાવતી વખતે થયો હોઈ તેમનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કરવો જરૂરી છે. અઠ્ઠાવીસ વર્ષ પહેલાં (સને ૧૯૩૬માં) અવસાન પામેલ શ્રી નેહરૂનાં પત્ની કમળા નેહરૂની ભસ્મ પણ એમની ભસ્મ સાથે જ ગંગામૈયામાં પધરાવવામાં આવી ! અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ વર્ષ સુધી પોતાની સ્વર્ગીય પત્નીની ચિતાની ભસ્મની મૂક ઉપાસના કરનાર શ્રી નેહરૂનું દાંપત્ય કેટલું નિષ્ઠાપૂર્ણ હતું ! કેવો વૈભવ, કેવું યૌવન અને છતાં કેવો સંયમ !
(તા. ૧૩-૬-૧૯૬૪)
(૪) રાષ્ટ્રના શાણા સુકાની શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી નેહરૂ પછી રાષ્ટ્રના સુકાની કોણ બનશે એ માટે અનેક વિમાસણો અને આશંકાઓ જન્મી, એ માટે શાસકપક્ષ વિવાદો કે ખટપટોની સાઠમારીમાં સરી પડશે એવું પણ ઘડીભર લાગ્યું; પણ છેવટે ગાંધી-સરદાર-નેહરૂએ આપેલ શાણપણનો વિજય થયો, અને કોંગ્રેસપક્ષે સર્વાનુમતે શ્રી લાલબહાદુર શાસ્ત્રી જેવા શાણા પુરુષની દેશના વડાપ્રધાન તરીકે પસંદગી કરી. અમે આ પસંદગીને પરમાત્માની પ્રસાદી લેખીએ છીએ. આવું દૂરંદેશીભર્યું શાણપણ દાખવવા બદલ અમે કૉંગ્રેસના મોવડીઓને ધન્યવાદ આપીએ છીએ અને માનનીય શ્રી લાલબહાદુર શાસ્ત્રીને હાર્દિક અભિનંદન આપીએ છીએ.
જો આપણે શ્રી નેહરૂના છેલ્લા દિવસોના મૂક વર્તનને સમજી શકીએ, તો એમ કહેવું જોઈએ કે શ્રી શાસ્ત્રીજીની પસંદગી એ શ્રી નેહરૂની પસંદગીનો જ પડઘો છે. “તમારો અનુગામી કોણ હશે ?” – એવો પ્રશ્ન શ્રી નેહરૂને કેટલીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org