________________
૪૭૦
અમૃત-સમીપે
આ કાવ્યમાં શ્રી નેહરૂએ જનતાના પોતાના પ્રત્યેના પ્રેમને કેવો બિરદાવ્યો છે ! આવા પ્રેમનાં મૂલ આંકી ન શકાય, એનું ઋણ ફેડી ન શકાય એમ કહીને જવાહરે એ પ્રેમના મહિમાનું ગાન કર્યું છે. ખરી રીતે જવાહરને મન જનતા એ જ જનાર્દન હતી; જનતાનાં વિરાટ દર્શન થતાં જ એમના જીવનમાં યૌવન પાંગરવા લાગતું, તાકાતનો ઝરો વહેવા લાગતો ! તો જનતા પણ કંઈ ઓછી જવાહરઘેલી ન હતી !
ઘડીભર વિચાર થાય છે કે આવા વિશ્વમોહક વ્યક્તિત્વનો મર્મ શું હશે? એનો જવાબ ભારતીય સંસ્કૃતિના જાણકારને શોધવા જવો પડે એમ નથી. પ્રેમ અને અહિંસાની શક્તિને કોઈ સીમા નથી; અહિંસા અને વિશ્વપ્રેમની આ શક્તિ જ જવાહરની સાચી શક્તિ હતી, અને એ મોહક શક્તિના બળે જ તેઓ દુનિયાભરના માનવીઓનાં હૃદયમાં વસી ગયા હતા.
જેમ જવાહરે પોતાના આ કાવ્યમાં ગંગામૈયાના અને જનતાના ઋણનો સ્વીકાર ર્યો છે, તેમ આ ઋણ-સ્વીકારમાં તેઓ પોતાના સાથીઓને પણ વીસર્યા નથી; અને તે પણ કેવા વિનમ્ર શબ્દોમાં!
પોતાના આવા કાવ્યમાં હિમાલયનો ઉલ્લેખ ક૨વો જવાહર ચૂકે એ તો બને જ કેમ ? ગંગાનદીના સંદર્ભમાં એમણે એનું પણ સ્મરણ કરી લીધું.
પણ આ બધાથી આગળ વધીને શ્રી નેહરૂના હૈયે વસ્યો છે ગરીબ ભારતનો કંગાલ કિસાન. દેશને આબાદ કરવા, ભૂખ્યા પેટના અગ્નિને ઠારવા ભારતનો કિસાનવર્ગ, અંગ્રેજોના અમલમાં ઉઘાડા પગે, ઉઘાડે શિરે, મેલાં-ફાટેલાં વસ્ત્રોથી ઢંકાયેલ અર્ધ-ઉઘાડા શરીરે રાત-દિવસ કેટલી કાળી મજૂરી કરતો હતો ! અને છતાં એ પોતે, એનાં બાળ-બચ્ચાં અને કુટુંબ તો બિસ્માર હાલતમાં જ જીવતાં હતાં ! શ્રી નેહરૂના જાહેરજીવનની, અન્યાય-અત્યાચાર સામે ઝઝૂમવાની અને દેશની દીનહીન-ગરીબ-કંગાલ-દલિત-પતિત જનતાને માટે જિંદગી ખપાવી નાખવાના દિલી આતશની પ્રેરણાનું સ્થાન આવા દુખિયા કિસાનોનું દર્શન જ હતું.
તેથી જ શ્રી નેહરૂએ પોતાના વસિયતનામામાં લખ્યું કે મારી મોટા ભાગની રાખ આખા દેશમાં, પોતાનો પરસેવો પાડતા કિસાનોના ખેતરોમાં વેરી દેજો, જેથી એ માટીના કણકણમાં ભળી જઈને માભોમની માટી સાથે એકાકાર બની જાય. પણ શ્રી નેહરૂના વિરાટ અને બહુમુખી વ્યક્તિત્વને આટલાથી સંતોષ કેમ થાય ? નેહરૂનો આત્મા તો એક ક્રાંતિકારનો આત્મા હતો. પ્રત્યાઘાતી કે પ્રગતિવિરોધી રૂઢિચુસ્તપણું એમને આંખમાંના કણાની જેમ ખટકતું હતું. એમની આ ક્રાંતિપ્રિયતાનાં દર્શન પણ આ વસિયતનામામાં, ભલે થોડા શબ્દોમાં, પણ બહુ જ સ્પષ્ટપણે થાય છે : એમણે સાફ-સાફ શબ્દોમાં તેમાં ફ૨માવ્યું છે કે મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org