________________
૪૫૮
અમૃત-સમીપે ઉત્પન્ન થયેલ સંપત્તિની કેવળ સમગ્ર રાષ્ટ્રના કલ્યાણની દૃષ્ટિએ જ વાજબી વહેંચણીની. જુદાં-જુદાં હિતોની આવી એકરાગતાપૂર્ણ એકતા અને સહકારિતાની સહાયથી જ દેશનો વિકાસ થઈ શકે છે; પ્રત્યેક વ્યક્તિના વિકાસની ખાતરી પણ એ માર્ગે જ મળી રહે છે.” આ વાણી એક કસાયેલા અનુભવી વહીવટીકર્તાની વાણી છે.
આવા એક કાર્યદક્ષ પુરુષનું આશરે સિત્તેર વર્ષ જેવી પાકટ ઉંમરે પણ અવસાન થતાં દેશને એક પ્રામાણિક, કુશળ અને કાબેલ ઉદ્યોગ-સંચાલકની ખોટ પડી છે.
(તા. ૨૯-૨-૧૯૬૬)
(૨૨) સમાજહિત-તત્પર શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલ
જે વ્યક્તિ પોતાની શ્રીમંતાઈ, બુદ્ધિશક્તિ અને વિદ્યાપ્રીતિનો ઉપયોગ સમાજ કલ્યાણના કાર્યમાં કરી જાણે છે તે કૃતાર્થ બની જાય છે. સ્વર્ગસ્થ શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલ આવા જ એક લોકકલ્યાણના ચાહક અને ભાવનાશીલ મહાનુભાવ હતા.
તેઓનું વતન રાધનપુર. સને ૧૯૧૦માં તેઓનો જન્મ. કુટુંબ ખાનદાન અને ધર્માનુરાગી; એના સંસ્કારની સુવાસ એમના આખા જીવનમાં પ્રસરેલી હતી. તેઓનાં ધર્મભાવનાશીલ ધર્મપત્ની શ્રી શકુંતલાબહેને આ સુવાસને વધારવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા જતી રહી; એટલે પોતાના ભાગ્યના ઘડવૈયા તેઓને પોતાને જ બનવું પડ્યું. કોમ વણિકની એટલે સ્વભાવિક રીતે જ તેઓનું ધ્યાન ધંધો ખેડવા તરફ ગયું, અને એ માટે તેઓ ઊગતી ઉમરે જ મુંબઈ જઈને વસ્યા. - રાધનપુરના વતનીઓને કુદરતી રીતે જ વાયદાના વેપારમાં ફાવટ વરેલી છે; અને એ વ્યવસાયે એ સમયમાં એમને યારી પણ સારા પ્રમાણમાં અપાવી છે. રાધનપુરના ઘણા ય શ્રીમંતોની શ્રીમંતાઈના મૂળમાં આ વ્યવસાયની સફળતા જોવા મળે છે.
શ્રી કાંતિભાઈની સ્થિતિ તે કાળે સામાન્ય હતી, અને એકંદર પરિસ્થિતિ એમને માટે શૂન્યમાંથી સર્જન કરવા જેવી હતી. પણ સ્વભાવ શાણો અને ઠરેલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org