________________
૧૨
રાજપુરુષો
(૧) મહાત્મા ગાંધી : આત્મમાર્ગના પરમ ઉદ્ધારક
મહાત્મા ગાંધી; અને એમનું ખૂન એ પણ એક હિંદુસ્તાનીને હાથે ! એ ય વળી એક હિંદુ નવજુવાનને હાથે ! એ પણ એક મહારાષ્ટ્રી : ન નિરાશ્રિત, ન નિર્વાસિત ! જાણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ' જેવો પ્રસંગ સાચેસાચ બની જઈને, આપણી સામે અડગ રીતે ઊભો રહી આપણને શોકમગ્ન બનાવે છે. મહાત્માજીના આવા કારમા સ્વર્ગવાસે આખી દુનિયાને શોકમાં ડુબાડી દીધી છે, અને હિન્દુસ્તાનના કરોડો માનવીઓના દુઃખને તો જાણે કોઈ સીમા જ નથી રહી; સૌનાં મસ્તક આ દુર્ઘટનાથી શરમના માર્યાં નીચાં વળી ગયાં છે.
-
જ્યારે વિજ્ઞાનના ભૌતિકવાદના અવનવા સિદ્ધાંતો અને નવીનવી સિદ્ધિઓ, રોજ-બ-રોજ ઘોડાપુરના વેગે, સારી ય આલમમાં પોતાનો સિક્કો જમાવી રહ્યાં હતાં, ત્યારે આત્મિક બળના જોરે, વિજ્ઞાનવાદની સિદ્ધિઓથી લેશ પણ ઓછી નહીં બલ્કે એથી ય ચડિયાતી એવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી બતાવી એ મહાત્માજીની સૌથી પહેલી અને સર્વશ્રેષ્ઠ મહત્તા. આત્મિક બળના જોરે મેળવેલી આ સિદ્ધિઓ એટલે એકાદ સામાજિક, રાષ્ટ્રીય કે ધાર્મિક સુધારો અથવા તો જીવનશોધન જ નહીં, પણ મોટા સામ્રાજ્યને અળગું કરવાની અને કોમ-કોમ વચ્ચે ઊંડે-ઊંડે ઊતરી ગયેલી કડવાશનું વિષ દૂર કરવાની સિદ્ધિઓ, મહાત્માજીએ આખી ય દુનિયામાં ચારેકોર વિકસેલા વિજ્ઞાનબળની સામે આત્મબળની મહત્તા અને ઉપયોગિતાના પલ્લાને જ૨ા ય ઊંચે જવા નથી દીધું એ કંઈ નાની-સૂની બીના નથી; જાણે કે વિજ્ઞાનવાદની પાછળ પાગલ બનતી જતી દુનિયાની સામે આત્મવાદની સમતુલા જાળવી રાખવા માટે કુદરત-માતાએ એક નવો માનવી પેદા કર્યો !
Jain Education International
-
-
આત્મબળના જોરે મેળવેલી મહાત્માજીની અનેક સિદ્ધિઓનો વિચાર કરીએ છીએ ત્યારે તો મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર આઇન્સ્ટાઇનના શબ્દો યાદ આવે છે ઃ
For Private & Personal Use Only
www.jainelibrary.org