________________
૪૫૨
અમૃત-સમીપે
(૧૯) સૌજન્યમૂર્તિ, સેવાભાવી શ્રી શાદીલાલજી જૈન
પંજાબના વતની અને મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ શ્રી શાદીલાલજી જૈનની મહારાષ્ટ્ર સરકારે તાજેત૨માં મુંબઈના નવા શેરીફ તરીકે વરણી કરી એ વાતની નોંધ લેતાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આમ કરીને મહારાષ્ટ્ર સરકારે એક સુયોગ્ય વ્યક્તિનું સુયોગ્ય બહુમાન કર્યાનો લ્હાવો લીધો છે, અને આવા બહુમાનથી જૈનસંઘ ગૌરવશાળી બન્યો છે. તેમનો જન્મ સને ૧૯૦૭માં થયો હતો.
સંસ્કારિતાથી શોભતી શ્રીમંતાઈ, વિદ્યાપ્રીતિથી અલંકૃત ઉદ્યોગનિપુણતા અને બિનસાંપ્રદાયિકતાથી સુરભિત ધાર્મિકતાનો એક જ વ્યક્તિમાં સુયોગ મળવો વિરલ છે. શ્રી શાદીલાલજીના જીવનમાં આ બધા સદ્ગુણોનો સુમેળ જોવા મળે છે; એ સુમેળ એમના વ્યક્તિત્વને કંઈક અનોખું તેજ આપી જાય છે.
શ્રીમંતાઈ તો એમને બચપણથી જ મળી હતી; પણ સાથે-સાથે ધર્મપરાયણ અને સેવા૫૨ાયણ વડીલો પાસેથી જીવનના ઉચ્ચ આદર્શનો, પરિશ્રમશીલતાનો અને ધર્મશ્રદ્ધાનો બહુમૂલો વારસો પણ મળ્યો હતો. એને લીધે સાદાઈ, સરળતા, નિખાલસતા, જાહેરજીવનની શુચિતા, પરગજુપણું, વિવેક-વિનયવિનમ્રતા, ધ્યેયનિષ્ઠા, દૃઢતા, માનવતા જેવા અનેક ગુણોથી એમનું જીવન સમૃદ્ધ બન્યું હતું. એમની સચ્ચરિત્રશીલતા અને સંસ્કારિતાની ખરી કસોટી તો એ વાતમાં પણ જોવા મળે છે કે વર્ષો પહેલાં તેમનાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ થવા છતાં અને પાસે આટઆટલી સંપત્તિ અને સાહ્યબી તેમ જ પ્રભાવશાળી અને શક્તિશાળી શરીરસંપત્તિ હોવા છતાં, ફરી વાર લગ્ન કરવાનો તેઓએ વિચાર-સરખો કર્યો ન હતો; તેઓ પોતાનાં પુત્રો, પુત્રીઓ અને કુટુંબીજનોના સુખ-સંતોષમાં જ પોતાના જીવનનો આનંદ મેળવતા રહ્યા છે.
તેઓએ નાના-મોટા સંખ્યાબંધ ઉદ્યોગોનું ખેડાણ કર્યું હતું, અને એમાં તેઓને દાખલારૂપ સફળતા મળી હતી. ઔદ્યોગિક સફળતા માટેની ઝીણવટ, આર્થિક ગણતરી કરવાની ચકોર બુદ્ધિ અને કાર્યનિષ્ઠાની બક્ષિસ જાણે તેઓને સહજ રીતે મળી હતી. તેમના કાકા શ્રી લાલા હરજસરાયજી ભારે કાર્યકુશળ, ખડતલ અને ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર'ના આદર્શસમા ધર્મપુરુષ છે. શ્રી શાદીલાલજીની ઔદ્યોગિક નિપુણતામાં અને એમના ધર્મસંસ્કા૨મય જીવનઘડતરમાં તેમનો ફાળો બહુ મોટો છે.
શ્રી શાદીલાલજીની ઔદ્યોગિક સિદ્ધિનાં દર્શન તેઓએ મુંબઈના પરામાં બે-એક દાયકા પહેલાં સ્થાપેલા પૅન્સિલ(લાયન-પેન્સિલ)ના મોટા કારખાનામાં જોવા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org