________________
૪૪૭
અમૃત-સમીપે
બહાદુરી, કુનેહ અને ચાણક્યબુદ્ધિના બળે ઉદ્યોગોને ખીલવવાની સાથે-સાથે પોતાના ભાગ્યને ખીલવવાની તક મળી તે મુખ્યત્વે પોતાના વતન સાથેના આવા નિકટના સંબંધને કારણે જ. અલબત્ત, આ શક્તિઓને ખીલવવાનો અવસર મુંબઈ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શહેરમાં પણ સારા પ્રમાણમાં મળ્યો હતો. આપણા દેશના એક કુશળ અને બાહોશ ઉદ્યોગપતિ તરીકે શ્રી ચંદુભાઈએ અનેક વાર પરદેશનો પ્રવાસ પણ ખેડ્યો હતો. વળી તેમણે સૌરાષ્ટ્રના મિલમાલિક મંડળના પ્રમુખ બનવાનું ગૌરવ પણ મેળવ્યું હતું.
પણ શ્રી ચંદુભાઈએ એક નિપુણ ઉદ્યોગપતિ તરીકે ગમે તેટલી નામના મેળવી હોત અને પોતાની આર્થિક સ્થિતિ ગમે તેવી સારી કરી હોત, એટલા માત્રથી તેઓ સમાજના આદર અને બહુમાનના અધિકારી ભાગ્યે જ બની શકત, અને એમનો સ્વર્ગવાસ એક સામાજિક શોકપ્રસંગ જવલ્લે જ લેખાયો હોત. આજે સમાજ તેઓને યાદ કરે છે કે ભવિષ્યમાં પણ યાદ કરશે તે એમના સમાજઉત્કર્ષના ધ્યેયની આસપાસ ગૂંથાયેલા જાહેરજીવનને કારણે. મુંબઈમાં જેમજેમ શ્રી ચંદુભાઈ પોતાની અંગત ઉન્નતિ સાધતા ગયા, તેમ-તેમ એમનામાં જાહેર જીવન તરફનો અનુરાગ વિકસતો ગયો. લીધેલા કામને ગમે તેમ કરીને પૂરું કરવાની મક્કમતા, હિંમત અને ખંતને લીધે એમને પોતાના જાહેર જીવનમાં પણ નોંધપાત્ર સફળતા મળી હતી. આ રીતે તેઓએ પોતાના વતન સૌરાષ્ટ્રની ભૂમિના મૂળ ખમી૨ને શોભાવી જાણ્યું હતું.
મુંબઈના તેમ જ જૈન સમાજના એક જાહે૨ કાર્યકર અને પ્રગતિના ચાહક સદ્ગૃહસ્થ તરીકે શ્રી ચંદુભાઈ સ્વાભાવિક રીતે જ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ તરફ આકર્ષાયા હતા, અને કેટલોક વખત એ સંસ્થાના તેજસ્વી મંત્રી તરીકે પણ તેઓએ સેવાઓ આપી હતી. વિ. સં. ૨૦૦૧માં મુંબઈમાં મળેલ કૉન્ફરન્સના સોળમા અધિવેશનમાં, બીજા થોડાક કાર્યકરોનો સાથ મેળવીને, શ્રી ચંદુભાઈએ એક બળવાખોર વ્યક્તિ તરીકે જે નિર્ણાયક કામગીરી બજાવી હતી, એના સાક્ષી બનેલા મહાનુભાવોમાંના કેટલાક એ પ્રસંગને એક અણગમતા, કડવા પ્રસંગ તરીકે તો કેટલાક એક યાદગાર મધુર પ્રસંગ તરીકે આજે પણ યાદ કરે છે. આ વખતે શ્રી ચંદુભાઈએ દાખવેલું હીર કંઈ ઑર હતું.
પણ સમય જતાં, શિક્ષક-પિતાના પુત્ર શ્રી ચંદુભાઈનું મન, જાણે ગુપ્ત રીતે પિતાના વિદ્યા-સંસ્કારો જાગૃત થયા હોય એમ, વિદ્યા તરફ વધારે ઢળવા લાગ્યું. એમની આ વિદ્યાપ્રીતિ બે રીતે વ્યક્ત થવા લાગી : ઊછરતી પેઢીમાં શિક્ષણનો પ્રસાર કરવાના પ્રયાસરૂપે અને શિષ્ટસંસ્કા૨પોષક સાહિત્ય, ધાર્મિક સાહિત્ય તેમ જ જૈનધર્મના પ્રાચીન ઉત્તમ શાસ્ત્રગ્રંથોના પ્રકાશનના પ્રયત્નરૂપે. આમ થવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org