________________
૪૪૫
શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ
જો “જય વિયરાય' સૂત્ર દ્વારા જૈનો દ્વારા નિત્ય કરાતી સમાધિમરણની પ્રાર્થના હાર્દિક હોય, તો આવી માગણી કરનાર વ્યક્તિ, એ માગણી છેવટે સફળ થાય અને પોતાનું મરણ સમાધિભર્યું થાય એ માટે પોતાના સમગ્ર જીવનવ્યવહારને ન્યાય-નીતિ-પ્રામાણિકતાથી સુરભિત ધર્મભાવનાથી પરિપૂર્ણ બનાવવા જ સતત પ્રયત્નશીલ રહે; આવી જાગૃત વ્યક્તિઓ બહુ વિરલ હોય છે. શેઠ શ્રી ભોગીભાઈએ પોતાના સ્વર્ગવાસ પછી પોતાના મરણ-પ્રસંગ અંગે જે અંતિમ ઇચ્છા નોંધી રાખી હતી તે એમના આવા ધર્મપરાયણ અને ઉચ્ચાશયી જીવનની સાક્ષી પૂરે છે.
પોતાની પાછળ શોક ન કરવો, અંત વખતે નવકારમંત્રનું રટણ કરવું, બીજાને તકલીફ ન પડે એ રીતે પોતાની કાયાને સ્મશાનભૂમિએ લઈ જવી, પોતાની પાછળ માનવસેવાનું કામ કરતી સંસ્થાઓનાં બાળકો અને માનવીઓને પેંડાનાં પડીકાં વહેંચવા અને જમણ આપવું, અગ્નિસંસ્કારમાં જીવજંતુ વગરનાં લાકડાંનો ઉપયોગ કરવો અને ચંદનનાં લાકડાં ન વાપરવાં – આ બધું કહેવું તે તેઓની જીવનસ્પર્શી ધાર્મિકતાનું જ સુપરિણામ સમજવું જોઈએ.
(તા. ૧-૧-૧૯૭૭)
(૧૬) કાર્યદક્ષ, વિધાપ્રેમી મહાનુભાવો
શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ
સ્વ. ચંદુલાલ વર્ધમાન શાહનું નામ અને કામ જૈન સમાજના અત્યારના સમયના જાહેરજીવન સાથે તેમ જ સમાજ-ઉત્કર્ષની અનેક સેવાપ્રવૃત્તિઓ સાથે સારી રીતે જોડાયેલું હતું, અને એમની ઊંડી કાર્યસૂઝ, કાર્યશક્તિ, કાર્યકુશળતા, સેવાવૃત્તિ અને સાહસિકતાનો લાભ લાંબા સમય સુધી આપણી નાની-મોટી અનેક સંસ્થાઓને મળતો રહ્યો હતો. આ સંસ્થાઓમાં જેમ મુંબઈની સંસ્થાઓનો સમાવેશ થાય છે, તેમ મુંબઈ બહારની પણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. આપણા સમાજના એક બાહોશ કાર્યકર અને વિદ્યાપ્રેમી મહાનુભાવ તરીકે તેઓને આપણે હંમેશાં સંભારતાં રહીશું.
તેઓનું વતન સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેર. સને ૧૯૦૩માં એમનો જન્મ. વિશેષ અભ્યાસ મુંબઈમાં કર્યો; અને પછી તો, પોતાના પુરુષાર્થના બળે પોતાના પ્રારબ્ધને ખીલવવા માટે, તેઓએ મુંબઈને જ પોતાનું વ્યવસાયક્ષેત્ર બનાવ્યું, અને છતાં વતન સાથેનો સમાગમ અને ગાઢ સંબંધ પણ ચાલુ રાખ્યો. તેઓને પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org