________________
૪૪૧
શ્રી ભોગીલાલ મગનલાલ શાહ
| દિગંબર-સમાજના વયોવૃદ્ધ વિદ્વાન શ્રી જુગલકિશોરજી મુખ્તારે એમને શ્રદ્ધાંજલિ અર્પતાં સાચું જ કહ્યું છે કે – “બાબુ છોટેલાલજી સમાજની એક મોટી વિભૂતિ હતા, નિઃસ્વાર્થ સેવાભાવી હતા, કર્મઠ વિદ્વાન હતા, સખીદિલ હતા, પ્રસિદ્ધિથી હંમેશાં દૂર રહેનારા હતા. તેઓ અનેક સંસ્થાઓને પોતે દાન આપતા અને બીજાઓ પાસે અપાવતા.”
(તા. પ-૩-૧૯૯૯)
(૧૫) આદર્શ મહાજન શ્રેષ્ઠી શ્રી ભોગીલાલ મગનલાલ શાહ
- શ્રેષ્ઠિવર્ય ભોગીલાલભાઈ એક યશસ્વી અને પ્રામાણિક ઉદ્યોગપતિ તરીકે તેમ જ લોકકલ્યાણવાંછુ મોવડી તરીકે ૯૦ વર્ષનું સુદીર્ઘ, સુખી, શાંત અને સેવાભર્યું જીવન જીવીને અને નિવૃત્તિના સાચા અધિકારી બનીને કૃતાર્થ થઈને સ્વર્ગવાસી થયા. પણ એમના જવાથી અનેક વ્યક્તિઓને તથા જાહેરસેવા કરતી સંખ્યાબંધ સંસ્થાઓને ભારે વસમી ખોટ પડી છે.
શ્રી ભોગીભાઈની અનેક પ્રવૃત્તિઓથી ભરેલી યશોજ્જવળ કારકિર્દીને બહુ જ ઓછા શબ્દોમાં બિરદાવવી હોય તો કહેવું જોઈએ કે તેઓ ધીમે-ધીમે આથમી રહેલી ભારતની ભવ્ય મહાજન-પરંપરાના એક તેજસ્વી પ્રતિનિધિ હતા. આપણે ત્યાંથી આ પરંપરાનું સાતત્ય અને ગૌરવ જાળવવા માટે સદા જાગૃત અને પ્રયત્નશીલ રહેલા જે મહાજનો વિદાય થાય છે, એમનું સ્થાન ખાલી જ રહે છે. આ મહાજન-સંસ્થા આપણા ધર્મ, સમાજ અને દેશના યોગ-ક્ષેમને માટે, કેટલીક વાર તો જાનનું જોખમ વેઠીને કે એવાં જ બીજાં સાહસો ખેડીને પણ, કેવી મહત્ત્વની કામગીરી બજાવતી રહી છે એનો ખ્યાલ સુધ્ધાં આપણી અત્યારની પેઢીને નથી, અને ધીમે ધીમે એ ગૌરવભર્યો પ્રેરક ઇતિહાસ જ લુપ્ત થઈ રહ્યો
શ્રી ભોગીભાઈના સમગ્ર જીવનમાં સમૃદ્ધિ ન હતી ત્યારે અને પોતાના ઉપર લક્ષ્મીદેવીની કૃપા થઈ ત્યારપછી પણ સાદાઈ અને જાતમહેનત દ્વારા પુરુષાર્થ કરવાની એમની વૃત્તિ અને પ્રવૃત્તિમાં કોઈ જાતનો ફેર પડવા પામ્યો ન હતો. આળસ-પ્રમાદથી હંમેશાં દૂર રહેવાના સદ્ગુણની જાણે એમને જન્મ સાથે જ બક્ષિસ મળી હતી. વળી, હૈયાઉકલત, આપબળ અને આત્મવિશ્વાસ એ એમની આંતરિક શક્તિનાં પ્રતીક હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org