________________
૪૩૮
અમૃત સમીપે એક શાણા અને સાચા સલાહકાર તરીકે લોકોમાં એમના માટે ઘણું માન હતું. વેપારી આલમના તો તેઓ માર્ગદર્શક અને મિત્ર હતા.
એમની ધર્મપ્રીતિ પણ દાખલારૂપ બની રહે એવી હતી. તેઓએ અનેક તીર્થયાત્રાઓ કરીને અને તીર્થસ્થાનોમાં ધર્મશાળા વગેરેમાં સહાય કરીને પોતાનાં જીવન અને ધનને કૃતાર્થ ક્યાં હતાં.
આવા એક શક્તિશાળી, ભાવનાશીલ અને ધર્માનુરાગી શ્રેષ્ઠિવર્ય ગત તા. ૧૧-૧-૧૯૬૦ના રોજ, શિવપુરીમાં ૭૬ વર્ષની વયે સ્વર્ગવાસી બન્યા એની નોંધ લેતાં અમે શોક અનુભવીએ છીએ..
(તા. ૧૨-૩-૧૯૯૯)
(૧૩) વિધાપરાયણ ધર્મશીલ શ્રેષ્ઠી શ્રી અમૃતલાલ દોશી
- મુંબઈમાં, બે અઠવાડિયાં પહેલાં, શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીનો સ્વર્ગવાસ થતાં એક ભાવનાશીલ, સંઘ-ધર્મ-સમાજના હિતચિંતક, સતત કર્તવ્યપરાયણ મહાનુભાવનો આપણને કાયમને માટે વિયોગ થયો છે. આવા નિષ્ઠાવાન કાર્યકરોનું ખાલી સ્થાન પૂરી શકે એવા નવા કાર્યકરો આપણે ત્યાં તૈયાર થતા નથી તે બધા વિચારકોને ચિંતિત બનાવે એવી બાબત છે.
જૈન શાસનમાં સાહિત્ય, કળા અને શિલ્પસ્થાપત્યનો તેમ જ આચારવિચાર-ધર્મનો કેટલો વિશાળ અને સમૃદ્ધ સંસ્કાર-વારસો આપણને મળ્યો છે અને એની રક્ષા, અભિવૃદ્ધિ અને પ્રભાવના કરવા માટે સતત કેવા પ્રયાસો કરતા રહેવાની જરૂર છે, એ અંગે વિશેષ કહેવા-સમજાવવાની જરૂર નથી. સમયે-સમયે આદર્શવાદી, શક્તિશાળી અને કુશળ કાર્યકરોનું જૂથ શ્રીસંઘને મળતું રહે તો જ થઈ શકે એવું મોટું આ કાર્ય છે. અત્યારની આપણા સંઘની વેરવિખેર અને ધ્યેયવિમુખ જેવી સ્થિતિ જોતાં આ માટે ચિંતા અને નિરાશા ઊપજે એવી પરિસ્થિતિ છે. શેઠ શ્રી અમૃતલાલભાઈએ જૈન ધર્મ, સંઘ, સાહિત્યની સેવા કરવાનો સાચા દિલથી પ્રયાસ કર્યો હતો. એમની આ સેવાઓ બીજા કાર્યકરો માટે શાસન પ્રત્યેની દાઝનો ઉત્તમ નમૂનો બની રહે એવી છે.
શ્રી અમૃતલાલ શેઠ જૈન શાસનની આવી બહુમૂલી સેવા કરી શક્યા તે મુખ્યત્વે બે બાબતોને કારણે : સહજપણે મળેલ વિદ્યાપ્રીતિ અને ધર્મશ્રદ્ધા. આ ભાવનાત્મક બે બાબતોમાં સફળ અર્થ-પુરુષાર્થનું બળ ઉમેરાયું; પોતે આ બે પવિત્ર કાર્યો માટે જેટલું ધન વાપરવા ઇચ્છે એટલું વાપરી શકે એવી આર્થિક સધ્ધરતા એમને મળી. વળી એમાં ઉમેરાયો ઉદારતાનો ગુણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org