________________
૪૩૫
સાહુ શ્રી શાંતિપ્રસાદજી જેને (૧૧) ધર્મસંસ્કૃતિ, સાહિત્ય અને કળાના આશ્રયદાતા
સાહુ શ્રી શાંતિપ્રસાદજી જૈન
તા. ૨૭-૧૦-૧૯૭૭ને રોજ દિલ્હીમાં ફક્ત ૯૯ વર્ષની જ ઉંમરે હૃદયરોગના હુમલાથી સાહુ શાંતિપ્રસાદજી જૈનનું સ્વર્ગગમન થતાં દેશને એક મોટા, શક્તિશાળી અને આપસૂઝ ધરાવતા સફળ ઉદ્યોગપતિની જે ખોટ પડી છે, તેના કરતાં ય મોટી ખોટ દેશના વ્યાપક સાંસ્કૃતિક ક્ષેત્રને પડી છે.
શ્રી શાંતિપ્રસાદ જૈને એક કુશળ ઉદ્યોગપતિ તરીકે, જુદી-જુદી જાતના સંખ્યાબંધ ઉદ્યોગોની સ્થાપના કરીને આપણા દેશને હુન્નર-ઉદ્યોગના ક્ષેત્રમાં, દુનિયાના દેશોમાં પ્રતિષ્ઠા અપાવી હતી, અને એમ કરીને પોતે પણ અઢળક સંપત્તિ ઉપાર્જિત કરી હતી. પણ તેટલાથી જ તેઓ સામાન્ય જનસમૂહ, વિક્કગત અને ધર્મક્ષેત્રમાં આવી વ્યાપક લોકચાહના ભાગ્યે જ મેળવી શકત. તેઓની કારકિર્દી અને પ્રતિભાને યશોજ્વલ અને અમર બનાવનાર દિવ્ય રસાયણ તો હતું એમની ધર્મસંસ્કૃતિ, સાહિત્ય અને કળા પ્રત્યેની ઉત્કટ અભિરુચિ અને એ માટે ખૂબ ઉદારતાપૂર્વક કરેલી મોટી-મોટી સખાવતો.
અહીં એ વાતની સહર્ષ નોંધ લેવી જોઈએ કે સાંસ્કૃતિક ઉત્થાનમાં શ્રી સાહુજી આવો નમૂનેદાર ફાળો આપી શક્યા એમાં એમનાં સ્વર્ગસ્થ ધર્મપત્ની અને પ્રભુપરાયણ આદર્શ સન્નારી શ્રીમતી રમાબહેન જૈનનો ઘણો મોટો હિસ્સો હતો. તેઓ લોકસેવા, ધર્મસેવા અને સાહિત્યસેવાનાં સત્કાર્યોમાં પોતાના પતિની સાથે ખભે-ખભો મેળવીને ચાલતાં હતાં; એટલું જ નહીં, જ્ઞાનપીઠે શરૂ કરેલ વાર્ષિક એક લાખ રૂપિયા જેવા સાહિત્યિક પુરસ્કારની સ્થાપના કરવા જેવાં સત્કાર્યોમાં તો તેઓ પોતાના પતિના પ્રેરક પણ બનતાં રહેતાં હતાં. બે-એક વર્ષ પહેલાં તેમનું સ્વર્ગગમન થતાં, શ્રી સાહુજીના અંતરને ઘણો ઊંડો આઘાત લાગ્યો હતો.
શ્રી શાંતિપ્રસાદજીનો જન્મ ઉત્તર પ્રદેશમાં નજીબાબાદમાં, સને ૧૯૧૧માં, સાહુ-કુટુંબમાં થયો હતો. પોતાના વતનમાં, વારાણસીમાં તથા આગ્રામાં અભ્યાસ કરીને તેઓએ વિજ્ઞાનના સ્નાતકની (બીએસ.સી.ની) ડિગ્રી મેળવી હતી. એ પછી એમણે ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને એમાં દાખલારૂપ સફળતા પ્રાપ્ત કરી હતી. તેઓની આ સફળતાની કથા આપણા દેશના ઊગતા ઉદ્યોગપતિઓ માટે માર્ગદર્શક બની રહે એવી છે. ભારતના એક કુશળ ઉદ્યોગપતિ તરીકે એમણે વિદેશોમાં પણ ઘણી નામના મેળવી હતી, અને સ્વહસ્તક ઉદ્યોગોને અદ્યતન શોધોથી વધુ સફળ બનાવવા અનેક વાર પરદેશના પ્રવાસો પણ કર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org