________________
૪૩૨
અમૃત-સમીપે આ આશ્રમની સ્થાપના થઈ હતી. તેમાં સવાસો જેટલાં નિરાધાર, વૃદ્ધ કે અશક્ત જૈન ભાઈઓ-બહેનોને, કોઈ પણ જાતનો બદલો લીધા વગર, જીવનભર સુખશાંતિપૂર્વક રહેવા-જમવા વગેરેની તેમ જ જૈન સાધુઓને વૃદ્ધવાસની સગવડ આપવામાં આવે છે. બીજાં પ્રાણીઓ પ્રત્યેની દયાની સરખામણીમાં આપણે માનવી પ્રત્યેની કર્તવ્યરૂપ કરુણામાં કંઈક પાછળ રહ્યા હોઈએ એમ લાગે છે. આવી સ્થિતિમાં શ્રી મેઘજીભાઈનું પ્રત્યક્ષ જનસેવાનું આ કાર્ય ખૂબ અનુમોદનીય અને અનુકરણીય બની રહે એવું છે. આ આશ્રમની સ્થાપનામાં સેવાભાવી મુનિશ્રી શુભવિજયજીની ઘણી પ્રેરણા હતી. શ્રી મેઘજીભાઈએ આ માટે પૂરતું ભંડોળ એકત્ર કર્યું, ત્યાં દેરાસર કરાવી આપ્યું; એટલું જ નહીં, મુંબઈ જેટલે દૂર રહેવા છતાં, વૃદ્ધ ઉંમરે પણ, તેઓ દર ત્રણ મહિને આશ્રમની મુલાકાત લેતા હતા એ બીના જ એટલું બતાવવાને માટે બસ છે કે એમને સહધર્મીઓની સાચી સેવાના કાર્યમાં કેટલો જીવંત રસ હતો.
પરગજુ અને મળતાવડો સ્વભાવ, ઝીણવટભરી દૃષ્ટિ અને કામ કરવાની અને કામ લેવાની કુનેહને લીધે શ્રી મેઘજીભાઈ પોતાની જ્ઞાતિમાં તેમ જ વેપારી આલમમાં મુરબ્બી જેવું સ્થાન ધરાવતા હતા. કોઈ પણ મતભેદ કે ઝઘડાના નિકાલ માટે એમની સેવાઓ સહેલાઈથી મળી શકતી.
(તા. ૨૮-૧૧-૧૯૯૪)
(૧૦) દાનધમી શ્રી સોહનલાલજી દૂગડ
સાંપ્રદાયિક સંકુચિતતાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરવા જતાં જે વ્યક્તિને કોઈ પોતાના આત્મીયજન તરીકે સ્વીકારવા તૈયાર ન હોય, અને માનવતાની દૃષ્ટિએ વિચાર કરતાં જે વ્યક્તિ સૌને પોતાની લાગે; એટલું જ નહીં, જે વ્યક્તિને પોતાના સ્વજન તરીકે સ્વીકારવામાં આનંદ અને ગૌરવનો અનુભવ થાય, એવી વ્યક્તિઓ દુનિયામાં વિરલ હોય છે. એવી સર્વજનવત્સલ વ્યક્તિઓને લીધે ધર્મ, સમાજ અને દેશ ત્રણે ય ગૌરવશાળી બને છે. સ્વર્ગસ્થ સ્વનામધન્ય શ્રી સોહનલાલજી દૂગડ આવી વિરલ વ્યક્તિઓમાંના એક હતા.
આમ જોઈએ તો શ્રી દૂગડજી એક વાયદાબજારના વેપારી હતા. તેઓનું ભણતર પણ કંઈ વધારે ન હતું. પણ, જેમ તેઓ ઓછા ભણતરે પણ કંઈક ભાગ્યયોગ અને ખાસ કરીને કોઠાસૂઝ અને હિંમતને લીધે કલકત્તાના વાયદા બજારના રાજા કહી શકાય એવા મોટા વેપારી બની શક્યા હતા, તેમ એમનામાં વિકસેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org