________________
૪૨૨
અમૃત-સમીપે ન હતી. વાત કરવામાં એમની બુદ્ધિનું તેજ જરૂર દેખાઈ આવતું, પણ પોતાની મોટાઈથી સામાને આંજી નાખવાની વૃત્તિ એમનામાં હતી જ નહીં. નાના કે મોટા સૌની સાથે તેઓ સમાન વર્તન કરતા, અને વાત કરવામાં પૂરો વિવેક સાચવતા. એમના પરિચયમાં આવનાર સૌ કોઈના અંતરમાં એમની સાદાઈ, સચ્ચાઈ, સરળતા, સહૃદયતા અને શાણપણની સુવાસ અચૂક પ્રસરી જતી; એમને મળવું એ જીવનનો એક લ્હાવો હતો.
જૈનધર્મ ઉપર એમને ખૂબ આસ્થા હતી. જીવનશુદ્ધિની કસોટીએ જ તેઓ સાચા ધર્મની મુલવણી કરતા અને બાહ્યાડંબરો કે અર્થશૂન્ય ક્રિયાકાંડોથી સદા દૂર રહેતા. જૈન સમાજની ઉન્નતિ થાય અને જૈનોના બધા ફિરકા એક થાય એવી તેઓ ભાવના સેવતા અને આંતરક્લેશ અને અંધશ્રદ્ધા જોઈને તેઓ ખૂબ દુઃખ અનુભવતા. કૉન્ફરન્સને આર્થિક રીતે કાયમને માટે નિશ્ચિત બનાવવાની એમણે યોજના બનાવી હતી, પણ એને સમાજ ઝીલી ન શક્યો !
(તા. ૮-૮-૧૯૬૪)
(૭) ઉમરાવદિલ શ્રી લાલચંદજી ટ્રસ્ટ
જેમની પ્રકૃતિમાં અમીરાતના અમૃતરસનું સિંચન થાય છે, તેઓ પ્રસન્ન, ભવ્ય અને ઉદાર જીવનના અધિકારી બનીને ધન્ય બની જાય છે; પછી એવી ઉમરાવદિલ વ્યક્તિ પાસે અપાર સંપત્તિ છે કે ઓછી સંપત્તિ છે એ જોવા-જાણવાની કોઈને જિજ્ઞાસા કે ઉત્કંઠા રહેતી નથી. જનસમૂહ તો એવી વ્યક્તિની ભવ્યતા, ઉદારતા, ઉદાત્ત મનોવૃત્તિ, ઉમદા પ્રકૃતિ અને ઉચ્ચ ભાવના ઉપર જ મુગ્ધ બની જાય છે, અને એને પોતાના મનમંદિરના સિંહાસન ઉપર બિરાજમાન કરીને કૃતકૃત્યતા અને આનંદ અનુભવે છે.
સ્વર્ગસ્થ સ્વનામધન્ય શ્રેષ્ઠિવર્ય શ્રી લાલચંદજી ઢઢઢા આપણા આવા જ એક અમીર અને ઉમરાવદિલ આગેવાન હતા. પોતાની અમીરાતને લીધે એમણે જનસમૂહની ઘણી પ્રીતિ અને ઘણો આદર પ્રાપ્ત કર્યા હતાં. આવા એક ભવ્ય મહાનુભાવનું તા. ૧-૧૨-૧૯૬૮ના રોજ, મદ્રાસમાં ૭૧ વર્ષની વયે અવસાન થતાં જૈનસંઘને એક નિષ્ઠાવાન, કર્તવ્યપરાયણ અને કલ્યાણવાંછુ આગેવાનની સહેજે ન પૂરી શકાય એવી ખોટ પડી છે.
ખાનદાની, ઉદારતા અને અમીરાતનો શ્રી ઢઢાજીના જીવનમાં એવો તો સુમેળ સધાયેલો હતો કે એમની સુભગ અને આફ્લાદકારી આભા એમના સમગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org