________________
૪૨૪
અમૃત-સમીપે
છતાં તેઓ સૂરજની જેમ પોતાનાં ઉષ્ણ તેજકિરણોથી પોતાના સાથીઓ અને સહકાર્યકરોને ક્યારેય અકળાવી મૂકતા ન હતા, પણ ચંદ્રની શીળી ચાંદનીની જેમ પોતાની સૌમ્ય નેતાગીરીનો સૌને આનંદ અનુભવવા દઈ સૌને પોતાના બનાવી અને સૌને પોતાની સાથે રાખીને જ હંમેશાં કાર્ય કરવા ટેવાયા હતા. શ્રી ઢઢાજીની રાહબરી નીચે કે એમની સાથે કામ કરવું એક લ્હાવો હતો. ક્રમે-ક્રમે ધોરણસર કામ વધતું ૨હે, અને છતાં કોઈને ભાર ન લાગે એ રીતે કામ કરવામાં અને કામની દોરવણી આપવામાં તેઓ ખૂબ કુશળ હતા. આ રીતે પોતાના સાથીઓ અને સોબતીઓ સાથે આત્મીયભાવ કેળવીને, એકરસ બનીને કામ કરનાર નેતાઓ અતિવિરલ હોય છે.
શ્રી ઢઢાજીના સેવાક્ષેત્રમાં ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય અને શૈક્ષણિક એવી બધા પ્રકારની સેવાઓનો સમાવેશ થતો હતો. તેઆના જીવનમાં ધર્મચિ પણ સુંદર રીતે પ્રગટેલી એ વાત એમની વ્રતો, તપ તથા અન્ય ધર્મનિયમોના પાલન માટેની તત્પરતા ઉપરથી પણ જાણી શકાય છે. છેલ્લા ચાર દાયકા જેટલા સુદીર્ઘ સમય સુધી જે વ્યક્તિએ પોતાના ખાન-પાનમાંથી લીલોતરીનો ત્યાગ કર્યો હોય, એ વ્યક્તિની ધર્માચરણ માટેની તમન્ના કેવી ઉત્કટ હોવી જોઈએ ! અને છતાં ધર્મના નામે પોષાતી ધર્માંધતા, સાંપ્રદાયિક કટ્ટરતા અને ક્લેશ-કંકાસની વૃત્તિ તરફ એમને ખૂબ નફરત હતી. જીવનના અને દેશ-વિદેશના અનુભવે અને સમાજકલ્યાણની ભાવનાએ તેમને પ્રગતિશીલ નવા વિચારોના ચાહક તેમ જ સમર્થક બનાવ્યા હતા.
એમની દાનપ્રિયતાનો લાભ આપણી નાની-મોટી સંખ્યાબંધ સંસ્થાઓને હંમેશાં મળ્યા કરતો. આપણી કૉન્ફરન્સ તો જાણે એમના અંતરમાં જ વસી હતી., કારણ કે કૉન્ફરન્સ દ્વારા સમાજનું ભલું થવાની એમને આસ્થા હતી. થોડા મહિના પહેલાં કૉન્ફરન્સના કાર્યવાહક તંત્રમાં મોટો ફે૨ફા૨ ક૨વામાં આવ્યો ત્યારે શ્રી ઢઢાજીને એ સંસ્થાનું ઉપપ્રમુખપદ સંભાળવાનું કહેવામાં આવ્યું. તો એ માંગણીનો તેઓએ એક વફાદાર અને નિષ્ઠાવાન ખડા સૈનિકની અદાથી તરત જ સ્વીકાર કર્યો; એટલું જ નહીં, જ્યારે હાકલ કરવામાં આવી ત્યારે તેઓ પોતાની વધતી ઉંમરનો કે શક્તિ-અશક્તિનો જ૨ા ય વિચાર કર્યા વગર, કૉન્ફરન્સના કાર્યને વેગ આપવા માટે પ્રવાસમાં પણ જોડાયા. આવા એક સખીદિલ, કર્તવ્યપરાયણ અને સેવાપ્રેમી સમર્થ શ્રીમંતની સેવાઓનો વિશેષ લાભ કૉન્ફરન્સ સમાજને ન અપાવી શકી, એ કેવળ આપણો દોષ કે આપણી કમનસીબી સમજવાં.
વળી દેશ અને દુનિયાના અનુભવથી તેઓ સમાજ-ઉત્કર્ષમાં શિક્ષણ કેટલું અગત્યનું સ્થાન ધરાવે છે એ પણ બરાબર સમજતા હતા, અને શિક્ષણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org