________________
શ્રી બિસ્મિલ્લાખાન
૩૮૧
માનવીનું મન પાછલી વયમાં એકધારા યાંત્રિક જીવન, કાર્યક્રમો અને એ માટે સતત કરવી પડતી દોડધામથી કેવું હારી-થાકી-કંટાળી જાય છે અને એની શાંતિસ્વસ્થતા-અંતનિરીક્ષણ માટેની ઝંખના કેવી તીવ્ર બની જાય છે એનો એક ઉત્તમ દાખલો પંડિત રવિશંકરના આ આત્મનિવેદનમાં જોવા મળે છે, જે સૌ કોઈએ ધ્યાનમાં લેવા જેવો છે.
બાકી તો, શાંતિ અને ચિત્તશુદ્ધિ સંબંધી જે વિચારો પાછલી વૃદ્ધ ઉંમરે આવે છે તે નાની યુવાન વયે આવે તો ? તો તો જન્મ સફળ થઈ જાય અને બેડો પાર જ થઈ જાય ને ! આ કથનનો આ જ મુખ્ય ભાવ છે.
(તા. ૨-૬-૧૯૭૯)
(૨) શ્રી બિસ્મિલ્લાખાન સાધકની સફળતા
શ્રી બિસ્મિલ્લાખાન ભારતના વિખ્યાત શહનાઈવાદક છે ; અને એ રીતે વિદેશમાં પણ તેઓ સારી નામના ધરાવે છે. ભારત સરકારે એમની કલાવિશારદતાની કદર રૂપે એમને ‘પદ્મવિભૂષણ’ની પદવી એનાયત કરી છે. થોડા વખત પહેલાં તેઓ અમદાવાદ આવેલા; એ વખતે અમદાવાદના જાણીતા દૈનિક અખબાર ‘સંદેશ'ના ખબરપત્રીને એક મુલાકાત આપી હતી. આ મુલાકાત ‘સંદેશ’ના તા. ૫-૪-૧૯૬૮ના અંકમાં પ્રગટ થઈ હતી. એમાંની કેટલીક વિગતો સાધકની સફળતામાં સંયમ, વિનમ્રતા અને ઉદારતા કેવાં જરૂરી છે તેનો ખ્યાલ આપે એવી છે. એટલે એમાંની થોડીક વિગતો અમે સાભાર ઉદ્ધૃત કરીએ છીએ:
.
“કસાયેલો, પડછંદ, ઘઉંવર્ણો દેહ, ગોળ, માંસલ, હસતું મુખ. લાગણીપ્રધાન મનના પ્રતિબિંબ સમી એમની આછી કથ્થાઈ આંખો ભૂતકાળની સંગીત-સાધનાની વાતોની યાદથી ભીની બની ગઈ. બાવન વર્ષની વયના આ કલાકારનું મીણ જેવું અંતર ઓગળી ગયું.
“ગંગાકિનારે તેઓ જે સ્થળે સંગીતસાધના કરતા એ દૃશ્યનું વર્ણન કરતાં એમના મુખ પર એક ચમક તરવરતી : ‘એક બાજુ બાલાજીનું મંદિર, બીજી બાજુ મંગળાગૌરીનું મંદિર અને જારાઓનું મંદિર, સામે ગંગામૈયા; દિલ ભરી દે એવું
વાતાવરણ.’
“આ સ્થળના એક રહસ્યભર્યા અનુભવની વાત કરતાં એમણે કહ્યું હતું, કે ‘રાતે ૧૨ વાગ્યાના સુમારે, હું શહનાઈનું વાદન પતાવીને પાછો ફરતો હતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org